કીર્તન મુક્તાવલી
હરિ ભજતાં સહુ મોટપ પામે
૧-૪૦૪: સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી
Category: ઉપદેશનાં પદો
પદ - ૧
હરિ ભજતાં સહુ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાયે રે;
પારસ પરસી લોહ કંચન થઈ, મોંઘે મૂલે વેચાયે રે... હરિ꠶ ૧
મુનિ નારદની જાતને જોતાં, દાસી પુત્ર જગ જાણે રે;
હરિને ભજી હરિનું મન કે’વાણા, વેદ પુરાણ વખાણે રે... હરિ꠶ ૨
રાધાજી અતિ પ્રેમ મગન થઈ, ઉર ધાર્યા ગિરધારી રે;
હરિવર વરી હરિતુલ્ય થયાં, જેનું ભજન કરે નરનારી રે... હરિ꠶ ૩
શામળિયાને શરણે જે આવે, તેનાં તે ભવદુઃખ વામે રે;
મુક્તાનંદના નાથને મળતાં, અખંડ એવાતણ પામે રે... હરી꠶ ૪
Hari bhajtā sahu moṭap pāme
1-404: Sadguru Muktanand Swami
Category: Updeshna Pad
Pad - 1
Hari bhajtā sahu moṭap pāme,
janma maraṇ dukh jāye re;
Pāras parsī loh kanchan thaī,
monghe mūle vechāye re... Hari 1
Muni Nāradnī jātne jotā,
dāsī putra jag jāṇe re;
Harine bhajī Harinu man ke’vāṇā,
Veda Purāṇ vakhāṇe re... Hari 2
Rādhājī ati prem magan thaī,
ur dhāryā Girdhārī re;
Harivar varī haritulya thayā,
jenu bhajan kare narnārī re... Hari 3
Shāmaḷiyāne sharaṇe je āve,
tenā te bhavdukh vāme re;
Muktānandnā Nāthne maḷtā,
akhanḍ evātaṇ pāme re... Hari 4