કીર્તન મુક્તાવલી
પ્રેમી જનને વશ પાતળિયો
૧-૪૦૫: સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી
Category: ઉપદેશનાં પદો
પદ - ૨
પ્રેમી જનને વશ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી રે;
જાતિ વરણ ને રૂપે ન રીઝે, પ્રભુજીને ભક્તિ પ્યારી રે... પ્રેમી꠶ ૧
પ્રેમ ન નીપજે દેશ વિદેશે, પ્રેમ ન હાટે વેચાય રે;
પ્રેમીના પાસંગમાં જે શીશ સોંપે, તે જન પ્રેમી થાય રે... પ્રેમી꠶ ૨
પ્રેમની વાત સુણી પરીક્ષિત, સવળી સમજણ નવ લીધી રે;
સમજીને શુકમુનિએ રસને છપાડ્યો, મોક્ષની રીત કહી દીધી રે... પ્રેમી꠶ ૩
વ્રજ વનિતાના પ્રેમની આગે, ઉડ્યા કોટિ કબીરા રે;
મુક્તાનંદ એ પ્રેમનો મારગ, સમજે તે સંત સુધીરા રે... પ્રેમી꠶ ૪
Premī janne vash pātaḷiyo
1-405: Sadguru Muktanand Swami
Category: Updeshna Pad
Pad - 2
Premī janne vash pātaḷiyo,
Shyām sundar sukhkārī re;
Jāti varaṇ ne rūpe na rījhe,
Prabhujīne bhakti pyārī re... premī 1
Prem na nīpje desh videshe,
prem na hāṭe vechāy re;
Premīnā pāsangmā je shīsh sope,
te jan premī thāy re... premī 2
Premnī vāt sunī Parīkshit,
savḷī samjaṇ nav līdhī re;
Samjīne Shukmunie rasne chhapāḍyo,
mokshnī rīt kahī dīdhī re... premī 3
Vraj vanītānā premnī āge,
uḍyā koṭi Kabīrā re;
Muktānand e premno mārag,
samje te sant sudhīrā re... premī 4