કીર્તન મુક્તાવલી

પ્રેમ ભક્તિ જેને ઘટ આવે

૧-૪૦૬: સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

Category: ઉપદેશનાં પદો

પદ - ૩

પ્રેમ ભક્તિ જેને ઘટ આવે, તેહને રંગ હરિ રાચે રે;

વ્રજ વનિતા કર તાળી બજાવે, નટવર થેઈ થેઈ નાચે રે... પ્રેમ꠶ ૧

મોટા મુનિવર દેહ દમીને, આત્મદર્શન ઇચ્છે રે;

પિંડ બ્રહ્માંડથી પ્રીત તજે પણ, પ્રેમનો રાહ ન પ્રીછે રે... પ્રેમ꠶ ૨

પ્રેમનો મારગ શુકજી પ્રીછે, કાં પ્રીછે વ્રજનારી રે;

મુનિ નારદ રહે (મગ્ન) પ્રેમવશ, કાં વૃષભાન કુમારી રે... પ્રેમ꠶ ૩

પ્રેમની આગળ સાધન સર્વે, રવિ આગળ જેમ તારા રે;

મુક્તાનંદ કહે પ્રેમનો મારગ, પ્રીછે તે પ્રભુજીને પ્યારા રે... પ્રેમ꠶ ૪

Prem bhakti jene ghaṭ āve

1-406: Sadguru Muktanand Swami

Category: Updeshna Pad

Pad - 3

Prem bhakti jene ghaṭ āve,

 tehne rang Hari rāche re;

Vraj vanitā kar tāḷi bajāve,

 Naṭvar theī theī nāche re... prem 1

Motā munivar deh damīne,

 ātmadarshan īchchhe re;

Pind brahmānḍthī prīt taje paṇ,

 premno rāh na prīchhe re... prem 2

Premno mārag Shukjī prīchhe,

 kā prīchhe Vrajnārī re;

Muni Nārad rahe (magna) premvash,

 kā Vrushabhān kumārī re... prem 3

Premnī āgaḷ sādhan sarve,

 ravī āgaḷ jem tārā re;

Muktānand kahe premno mārag,

 prīchhe te Prabhujīne pyārā re... prem 4

loading