કીર્તન મુક્તાવલી
પ્રેમ રસાયન જે જન પામે
૧-૪૦૭: સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી
Category: ઉપદેશનાં પદો
પદ - ૪
પ્રેમ રસાયન જે જન પામે, તેહનો તે મારગ ન્યારો રે;
પિંડ બ્રહ્માંડમાં પ્રીત ન રાખે, ઉર ધારે પિયુ પ્યારો રે... પ્રેમ꠶ ૧
લોકલાજ મરજાદ ન માને, રહે હરિને સંગ રાચી રે;
ત્રિભુવનમાં તે ધન્ય ધન્ય અબળા, તેહની તે ભક્તિ સાચી રે... પ્રેમ꠶ ૨
અબળાને આધીન શ્યામળિયો, અજિત એ અબળા પાખે રે;
પ્રેમીજન એ મરમને પ્રીછી, હરિ સંગ માન ન રાખે રે... પ્રેમ꠶ ૩
કામ ક્રોધ મદ મોહ તણાં દળ, પ્રેમી પાસ ન આવે રે;
મુક્તાનંદ પ્રગટ પ્રભુ ઉર ધરી, લટકેશું લાડ લડાવે રે... પ્રેમ꠶ ૪
Prem rasāyan je jan pāme
1-407: Sadguru Muktanand Swami
Category: Updeshna Pad
Pad - 4
Prem rasāyan je jan pāme,
tehno te mārag nyāro re;
Pind brahmānḍmā prīt na rākhe,
ur dhāre piyu pyāro re... prem 1
Loklāj marjād na māne,
rahe Harine sang rāchī re;
Tribhuvanmā te dhanya dhanya abaḷā,
tehnī te bhakti sāchī re... prem 2
Abaḷāne ādhīn Shyāmaḷiyo,
ajīt e abaḷā pākhe re;
Premījan e marmne prīchhī,
Hari sang mān na rākhe re... prem 3
Kām krodh mad moh taṇā daḷ,
premī pās na āve re;
Muktānand pragaṭ Prabhu ur dharī,
laṭkeshu lāḍ laḍāve re... prem 4