કીર્તન મુક્તાવલી

રે સગપણ હરિવરનું સાચું

૧-૪૦૮: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: ઉપદેશનાં પદો

પદ - ૧

રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણભંગુર કાચું... ꠶ટેક

રે સૌ સાથે પ્રીતિ ટાળી, રે ભાંગ્યું મન મિથ્યા ભાળી,

 છે વરવા જેવા એક વનમાળી... રે સગપણ꠶ ૧

રે સ્થિર નહિ આવરદા થોડી, રે તુચ્છ જાણી આશા તોડી,

 મેં જગના જીવન સાથે જોડી... રે સગપણ꠶ ૨

રે ફોગટ ફેરા નવ ફરીએ, રે પર ઘેર પાણી શું ભરીએ,

 વરીએ તો નટવરને વરીએ... રે સગપણ꠶ ૩

રે ભૂધર ભેટ્યા ભય ભાગો, રે સહુ સાથે તોડ્યો ધાગો,

 એ રસિક રંગીલાથી રંગ લાગો... રે સગપણ꠶ ૪

રે એવું જાણીને સગપણ કીધું, રે મે’ણું તે શિર ઉપર લીધું,

 બ્રહ્માનંદનું કારજ સીધું... રે સગપણ꠶ ૫

Re sagpaṇ Harivarnu sāchu

1-408: Sadguru Brahmanand Swami

Category: Updeshna Pad

Pad - 1

Re sagpaṇ Harivarnu sāchu,

 bīju sarve kshaṇ-bhangur kāchu...

Re sau sāthe prīti ṭāḷī,

 re bhāngyu man mithyā bhāḷī,

  Chhe varvā jevā ek Vanmāḷī... re sag 1

Re sthir nahi āvardā thoḍī,

 re tuchchh jāṇī āshā toḍī,

  Me jagnā Jīvan sāthe joḍī... re sag 2

Re fogaṭ ferā nav farīe,

 re par gher pāṇī shu bharīe,

  Varīe to Naṭvarne varīe... re sag 3

Re Bhūdhar bhetyā bhay bhāgo,

 re sahu sāthe toḍyo dhāgo,

  E rasik rangīlāthī rang lāgo... re sag 4

Re evu jāṇīne sagpaṇ kīdhu,

 re me’ṇu te shir upar līdhu,

  Brahmānandnu kāraj sīdhu... re sag 5

loading