કીર્તન મુક્તાવલી

ભય ભંજન ભક્તિના જાયા રે

૧-૪૧: નારાયણદાસ

Category: પ્રાર્થના

ભય ભંજન ભક્તિના જાયા રે, ભલે અક્ષરાધીશ ધરી કાયા;

સાથે મુક્ત અનેક છવાયા રે, ભલે અક્ષરાધીશ ધરી કાયા... ꠶ટેક

પૂર્વમાં પ્રગટ્યા ને પશ્ચિમ પધાર્યા, ગઢપુર રહ્યા જગરાયા;

દાદાખાચર પર મહેર કરી છે ઘણી, વચનામૃતમાં લખાયા રે... ભલે꠶ ૧

અસુર સંહાર્યા ને ભક્ત ઉગાર્યા, ધરતીના મેલ ધોવાયા;

અધર્મ ઉથાપ્યો ને સદ્ધર્મ સ્થાપ્યો, કામ-ક્રોધ-લોભ કચડાયા રે... ભલે꠶ ૨

સર્વોપરી કર્યા સંત બ્રહ્મચારી, મુકાવી મોહ-મદ-માયા;

ધર્મતનુજ ધર્મ સ્થાપી અનુપમ, વેદ વિધિમાં વખણાયા રે... ભલે꠶ ૩

જેનાં દર્શન સારુ સ્નેહ ધરીને, આવે છે દેવ અવાયા;

દાસ નારાયણ ધર્મકુંવરના, હેત સમેત ગુણ ગાયા રે... ભલે꠶ ૪

Bhay bhanjan bhaktinā jāyā re

1-41: Narayandas

Category: Prarthana

Bhay bhanjan bhaktinā jāyā re,

 Bhale Aksharādhīsh dharī kāyā;

Sāthe mukṭa anek chhavāyā re,

 Bhale Aksharādhīsh dharī kāyā...

Pūrvamā pragaṭyā ne paschim padhāryā,

 Gaḍhpur rahyā jagrāyā;

Dādā Khāchar par maher karī chhe ghaṇī,

 Vachanāmrutmā lakhāyā re... bhale 1

Asur samhāryā ne bhakta ugāryā,

 Dhartinā mel dhovāyā;

Adharma uthāpyo ne saddharma sthāpyo,

 Kām-krodh-lobh kachḍāyā re... bhale 2

Sarvoparī karyā sant brahmachārī,

 Mukāvī moh-mad-māyā;

Dharmatanuj dharma sthāpī anupam,

 Veda vidhimā vakhaṇāyā re... bhale 3

Jenā darshan sāru sneh dharīne,

 Āve chhe dev avāyā;

Dās Nārāyaṇ Dharmakuvarnā,

 Het samet guṇ gāyā re... bhale 4

loading