કીર્તન મુક્તાવલી

રે શિર સાટે નટવરને વરીએ

૧-૪૧૦: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: ઉપદેશનાં પદો

પદ - ૩

રે શિર સાટે નટવરને વરીએ, રે પાછાં તે પગલાં નવ ભરીએ... ꠶ટેક

રે અંતરદૃષ્ટિ કરી ખોળ્યું, રે ડહાપણ ઝાઝું નવ ડોળ્યું,

 એ હરિ સારુ માથું ઘોળ્યું... રે શિર꠶ ૧

રે સમજ્યા વિના નવ નીસરીએ, રે રણ મધ્યે જઈને નવ ડરીએ,

 ત્યાં મુખ પાણી રાખી મરીએ... રે શિર꠶ ૨

રે પ્રથમ ચડે શૂરો થઈને, રે ભાગે પાછો રણમાં જઈને,

 તે શું જીવે ભૂંડું મુખ લઈને... રે શિર꠶ ૩

રે પહેલું જ મનમાં ત્રેવડીએ, રે હોરે હોરે જુદ્ધે નવ ચડીએ,

 જો ચડીએ તો કટકા થઈ પડીએ... રે શિર꠶ ૪

રે રંગ સહિત હરિને રટીએ, રે હાક વાગે પાછા નવ હટીએ,

 બ્રહ્માનંદ કહે ત્યાં મરી મટીએ... રે શિર꠶ ૫

Re shir sāṭe Naṭvarne varīe

1-410: Sadguru Brahmanand Swami

Category: Updeshna Pad

Pad - 3

Re shir sāṭe Naṭvarne varīe,

 re pāchhā te paglā nav bharīe...

Re antardrashṭi karī khoḷyu,

 re dahāpaṇ jhājhu nav ḍoḷyu,

  E Hari sāru māthu ghoḷyu... re shir 1

Re samjyā vinā nav nīsarīe,

 re raṇ madhye jaīne nav ḍarīe,

  Tyā mukh pāṇī rākhī marīe... re shir 2

Re pratham chaḍe shuro thaīne,

 re bhāge pāchho raṇmā jaīne,

  Te shu jīve bhundu mukh laīne... re shir 3

Re pahelu ja manmā trevaḍīe,

 re hore hore juddhe nav chaḍīe,

  Jo chadīe to kaṭkā thaī paḍīe... re shir 4

Re rang sahit Harine raṭīe,

 re hāk vāge pāchhā nav haṭīe,

  Brahmānand kahe tyā marī maṭīe... re shir 5

loading