કીર્તન મુક્તાવલી
દોહ્યલું થાવું હરિદાસ રે સંતો
૧-૪૧૨: સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી
Category: ઉપદેશનાં પદો
(ધીરજાખ્યાન પદ: ૯)
પદ - ૧
દોહ્યલું થાવું હરિદાસ રે, સંતો દોહ્યલું થાવું હરિદાસ;
જોઈએ તજવી તનસુખ આશ રે, સંતો દોહ્યલું થાવું હરિદાસ... ટેક
શૂરો જેમ રણમાં લડવા, ધરે હૈયામાં અતિ હુલાસ;
પેટ કટારી મારી પગ પરઠે, તેને કેની રહી ત્રાસ રે... સંતો꠶ ૧
કાયર મનમાં કરે મનસૂબા, રે’શું ઊભા આસપાસ;
એમ કરતાં જો ચડી ગયા ચોટે, તો તરત લેશું મુખે ઘાસ રે... સંતો꠶ ૨
શૂરા સંતની રીત એક સરખી, કરવો વેરીનો વિનાશ;
કામ ક્રોધ લોભ મોહ જીતી, ભાવે ભજવા અવિનાશ રે... સંતો꠶ ૩
એવા ભક્ત તે ભક્ત હરિના, તેહ સહે જગ ઉપહાસ;
નિષ્કુળાનંદ કહે તે વિના બીજા, તેનો નાવે (કેદી) વિશ્વાસ રે... સંતો꠶ ૪
Dohyalu thāvu Haridās re santo
1-412: Sadguru Nishkulanand Swami
Category: Updeshna Pad
(Dhīrajākhyān pad: 9)
Pad - 1
Dohyalu thāvu Haridās re,
santo dohyalu thāvu haridās;
Joīe tajvī tansukh āsh re,
santo dohylu thāvu haridās...
Shuro jem raṇmā laḍvā,
dhare haiyāmā ati hulās;
Peṭ kaṭārī mārī pag parṭhe,
tene kenī rahī trās re... santo 1
Kāyar manmā kare mansūbā,
re’shu ūbhā āspās;
Em kartā jo chaḍī gayā choṭe,
to tarat leshu mukhe ghās re... santo 2
Shurā santnī rīt ek sarkhī,
karvo verīno vināsh;
Kām krodh lobh moh jīti,
bhāve bhajvā avināsh re... santo 3
Evā bhakta te bhakta Harinā,
teh sahe jag uphās;
Nishkuḷānand kahe te vinā bījā,
teno nāve (kedi) vishvās re... santo 4