કીર્તન મુક્તાવલી
હજૂર રહિયે હાથ જોડી રે હરિશું
૧-૪૧૭: સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી
Category: ઉપદેશનાં પદો
(ભક્તિનિધિ પદ: ૬)
હજૂર રહિયે હાથ જોડી રે હરિશું, હજૂર રહિયે હાથ જોડી,
બીજાં સર્વની સાથેથી ત્રોડી રે ꠶ટેક
લોક પરલોકનાં સુખ સાંભળી, ધન્ય માની ન દેવું ધ્રોડી;
મરીચિ જળ જેવાં માની લેવાં, તેમાં ખોવી નહિ ખરી મોડી રે꠶ ૧
હીરાની આંખ્ય સુણી હૈયે હરખી, છતી છે તે ન નાખીએ ફોડી;
તેમ પ્રભુજી પ્રગટ પખી, નથી વાત કોયે રૂડી રે꠶ ૨
રૂડો રોકડો દોકડો દોપ્ય આવે, નાવે કામ સ્વપ્નની ક્રોડી;
તેમ પ્રગટ વિના જે પ્રતીતિ, તે (તો) ગધ્ધું માન્યું કરી ઘોડી રે꠶ ૩
પ્રગટ પ્રભુની ભક્તિ અતિ ભલી, મર જો જણાતી હોય થોડી;
નિષ્કુળાનંદ નિશ્ચે એમ જાણો, છે ભવસિંધુ તરવા હોડી રે꠶ ૪
Hajūr rahīye hāth joḍī re Harishu
1-417: Sadguru Nishkulanand Swami
Category: Updeshna Pad
(Bhaktinidhi pad: 6)
Hajūr rahīye hāth joḍī re Harishu, hajūr rahīye hāth joḍī,
Bijā sarvanī sāthethī troḍī re...
Lok parloknā sukh sāmbhaḷī, dhanya mānī na devu dhroḍī;
Marīchi jaḷ jevā mānī levā, temā khovī nahi kharī moḍī re. 1
Hirānī ānkhya suṇī haiye harkhī, chhatī chhe te na nākhīe foḍī;
Tem Prabhujī pragaṭ pakhī, nathī vāt koye rūḍī re. 2
Rūḍo rokḍo dokḍo dopya āve, nāve kām svapnanī kroḍī;
Tem pragaṭ vinā je pratīti, te (to) gadhdhu mānyu karī ghoḍī re. 3
Pragaṭ Prabhuni bhakti ati bhalī, mar jo jaṇāti hoy thoḍī;
Nishkuḷānand nische em jāṇo, chhe bhavsindhu tarvā hoḍī re. 4