કીર્તન મુક્તાવલી
સાંભળ બેની હરિ રીઝ્યાની રીતડી
૧-૪૨૫: સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી
Category: ઉપદેશનાં પદો
પદ - ૨
સાંભળ બેની હરિ રીઝ્યાની રીતડી,
મોહનવરને માન સંગાથે વેર જો
સાધન સર્વે માન બગાડે પળ વિષે,
જેમ ભળિયું પયસાકરમાં અહિ-ઝેર જો... સાંભળ꠶ ૧
દાસી થઈ રહેજે તું દીનદયાળની,
નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો;
ભવબ્રહ્માદિકને નિશ્ચે મળતી નથી,
પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્ય જો... સાંભળ꠶ ૨
પ્રીત કરે પુરુષોત્તમ સાથે નિત્ય નવી,
દાઝીશ મા દેખી કે’નું સન્માન જો;
મુક્તાનંદના નાથ મગન થઈ સેવજો,
તો રીઝે રસિયો સુંદરવર કહાન જો... સાંભળ꠶ ૩
Sāmbhaḷ benī Hari rījhyāṇī rītḍī
1-425: Sadguru Muktanand Swami
Category: Updeshna Pad
Pad - 2
Sāmbhaḷ benī Hari rījhyāṇī rītḍī,
Mohanvarne mān sangāthe ver jo;
Sādhan sarve mān bagāde paḷ vishe,
Jem bhaḷiyu pay-sākarmā ahi-jher jo... sāmbhaḷ 1
Dāsī thaī raheje tu Dīndayāḷnī,
Nīchī ṭel maḷe to māne bhāgya jo;
Bhav-Brahmādikne nishche maḷtī nathī,
Purushottam pāse beṭhānī jāgya jo... sāmbhaḷ 2
Prīt kare Purushottam sāthe nitya navī,
Dājhīsh mā dekhī ke’nu sanmān jo;
Muktānandnā Nāth magan thaī sevjo,
To rījhe rasiyo sundarvar kahān jo... sāmbhaḷ 3
Listen to ‘સાંભળ બેની હરિ રીઝ્યાની રીતડી’
Jaydeep Swadia