કીર્તન મુક્તાવલી
ધર્મકુંવરની રીત સુણી મનમાં ધરો
૧-૪૨૬: સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી
Category: ઉપદેશનાં પદો
પદ - ૩
ધર્મકુંવરની રીત સુણી મનમાં ધરો,
તો તમે રહેશો મગન સદા હરિ સંગ જો;
પુરુષોત્તમને નથી કોઈ પર પોતાતણું,
પૂરણકામ ન રાચે કેને રંગ જો... કહાન꠶ ૧
કરુણાનિધિમાં કામાદિક વ્યાપે નહિ,
ઈર્ષ્યા માન તણો નહિ અંતર લેશ જો;
કડવાં વેણ કહે પોતાના દાસને,
ઔષધસમ આપે ઉત્તમ ઉપદેશ જો... કહાન꠶ ૨
જે જે વચન કહે સુંદરવર શ્યામળો,
સુખ ઊપજે તેમ કરવો શુદ્ધ વિચાર જો;
મુક્તાનંદના નાથ સદા સુખદાઈ છે,
એવું જાણી કરજો પૂરણ પ્યાર જો... કહાન꠶ ૩
Dharmakuvarnī rīt suṇī manmā dharo
1-426: Sadguru Muktanand Swami
Category: Updeshna Pad
Pad - 3
Dharmakuvarnī rīt suṇī manmā dharo,
To tame rahesho magan sadā Hari sang jo;
Purushottamne nathī koī par potātaṇu,
Pūraṇkām na rāche kene rang jo... Kahān 1
Karuṇānidhimā kāmādik vyāpe nahi,
Īrshyā mān taṇo nahi antar lesh jo;
Kadvā veṇ kahe potānā dāsne,
Aushadhsam āpe uttam updesh jo... Kahān 2
Je je vachan kahe sundarvar Shyāmḷo,
Sukh ūpje tem karvo shuddh vichār jo;
Muktānandnā Nāth sadā sukhdāī chhe,
Evu jāṇī karjo pūraṇ pyār jo... Kahān 3