કીર્તન મુક્તાવલી
સુખસાગર હરિવર સંગે સુખ માણજો
૧-૪૨૭: સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી
Category: ઉપદેશનાં પદો
પદ - ૪
સુખસાગર હરિવર સંગે સુખ માણજો,
અતિ ઘણી મહેર કરી છે શ્રી મહારાજ જો;
પુરુષોત્તમ સાથે પૂરણ સગપણ થયું,
આપણ તુલ્ય નહિ કોઈ બીજું આજ જો... સુખસાગર꠶ ૧
રવિમંડળમાં રાત તણું દુઃખ નવ નડે,
પારસ પામ્યે ધન દુર્બળતા જાય જો;
તેમ પ્રગટ પુરુષોત્તમને જે જે મળે,
તેનો મહિમા ભવબ્રહ્માદિક ગાય જો... સુખસાગર꠶ ૨
તન અભિમાન તજે પૂરણ સુખ પામીએ,
શામળિયા સંગ વાધે સાચી પ્રીત જો;
મુક્તાનંદ કહે મર્મ ઘણો છે વાતમાં,
જાણી લેજો અતિ ઉત્તમ રસ રીત જો... સુખસાગ꠶ ૩
Sukhsāgar Harivar sange sukh māṇjo
1-427: Sadguru Muktanand Swami
Category: Updeshna Pad
Pad - 4
Sukhsāgar Harivar sange sukh māṇjo,
Ati ghaṇī maher karī chhe Shrī Mahārāj jo;
Purūshottam sāthe pūraṇ sagpaṇ thayu,
Āpaṇ tulya nahi koī bīju āj jo... sukhsāgar 1
Ravimanḍaḷmā rāt taṇu dukh nav naḍe,
Pāras pāmye dhan durbaḷtā jāy jo;
Tem pragaṭ Purushottamne je je maḷe,
Teno mahimā Bhavbrahmādik gāy jo... sukhsāgar 2
Tan abhimān taje pūraṇ sukh pāmīe,
Shāmaḷiyā sang vādhe sāchī prīt jo;
Muktānand kahe marm ghaṇo chhe vātmā,
Jāṇī lejo ati uttam ras rīt jo... sukhsāgar 3