કીર્તન મુક્તાવલી

અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે

૧-૪૨૮: સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

Category: ઉપદેશનાં પદો

પદ - ૧

અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે,

 જીવનમુક્ત જોગિયા અંતર અરોગી રે... અનુભવી꠶ ૧

જે શીખે જે સાંભળે ત્રિપુટીને તાને રે,

 મનનું કૃત્ય મન લગી અસત્ય માને રે... અનુભવી꠶ ૨

જ્યાં લગી જગ વિસ્તર્યો મૃગતૃષ્ણા પાણી રે,

 તેમાં મોહ ન પામે મહામુનિ સ્વપ્નું પ્રમાણી રે... અનુભવી꠶ ૩

જે વડે આ જક્ત છે તેને કોઈ ન જાણે રે,

 મુક્તાનંદ કહે ગુરુમુખી તે સુખડાં માણે રે... અનુભવી꠶ ૪

Anubhavī ānandmā Brahmarasnā bhogī re

1-428: Sadguru Muktanand Swami

Category: Updeshna Pad

Pad - 1

Anubhavī ānandmā Brahmarasnā bhogī re,

 Jīvanmukta jogiyā antar arogī re... anu 1

Je shīkhe je sāmbhaḷe tripuṭīne tāne re,

 Mannu krutya man lagī asatya māne re... anu 2

Jyā lagī jag vistaryo mrugtrishṇā pāṇī re,

 Temā moh na pāme mahāmuni svapnu pramāṇī re... anu 3

Je vaḍe ā jakta chhe tene koī na jāṇe re,

 Muktānand kahe gurumukhī te sukhḍā māṇe re... anu 4

loading