કીર્તન મુક્તાવલી
અનુભવીને આપદા અંતરથી ભાગી રે
૧-૪૨૯: સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી
Category: ઉપદેશનાં પદો
પદ - ૨
અનુભવીને આપદા અંતરથી ભાગી રે,
અંતરજામી ઓળખ્યા તહાં† લગની લાગી રે... અનુભવી꠶ ૧
ઊરમિ ને ત્રણ ઈષણા અહંતાને ત્યાગી રે,
જક્ત જીવન જોઈને ત્યાં બુદ્ધિ જાગી રે... અનુભવી꠶ ૨
ચૌદ લોક વૈકુંઠ લગી માયાની પાગી રે,
તેથી અનુભવી અળગા રહે ત્રય તાપ આગી રે... અનુભવી꠶ ૩
અષ્ટ સિદ્ધિ તે નિર્માલ્ય ત્યાગી રે,
મુક્તાનંદ કહે ગુરુમુખી રહે રામરાગી રે... અનુભવી꠶ ૪
†ત્યાં
Anubhavīne āpdā antarthī bhāgī re
1-429: Sadguru Muktanand Swami
Category: Updeshna Pad
Pad - 2
Anubhavīne āpdā antarthī bhāgī re,
Antarjāmī oḷkhyā tahā lagnī lāgī re... anu 1
Urmi ne traṇ ishṇā ahantāne tyāgī re,
Jakta jīvan joīne tyā buddhi jāgī re... anu 2
Chaud lok Vaikunth lagī māyānī pāgī re,
Tethī anubhavī aḷgā rahe tray tāp āgī re... anu 3
Ashṭ sidḍhī nav nidhi te nīrmālya tyāgī re,
Muktānand kahe gurumukhī rahe Rāmrāgī re... anu 4