કીર્તન મુક્તાવલી

અનુભવીને અંતરે રહે રામ વાસે રે

૧-૪૩૦: સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

Category: ઉપદેશનાં પદો

પદ - ૩

અનુભવીને અંતરે રહે રામ વાસે રે,

 જે બોલે જે સાંભળે દૃષ્ટિ પ્રકાશે રે... અનુભવી꠶ ૧

જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે,

 ભાત દેખી ભૂલે નહિ અનુભવ ઉજાસે રે... અનુભવી꠶ ૨

કેસરી કેરા ગંધથી કરી કોટિ ત્રાસે રે,

 તેમ આત્માના ઉદ્યોતથી અજ્ઞાન નાસે રે... અનુભવી꠶ ૩

હું ટળ્યે હરિ ઢૂંકડા તે ટળાય દાસે રે,

 મુક્તાનંદ (કહે) મહાસંતને પ્રભુ પ્રગટ પાસે રે... અનુભવી꠶ ૪

Anubhavīne antare rahe Rām vāse re

1-430: Sadguru Muktanand Swami

Category: Updeshna Pad

Pad - 3

Anubhavīne antare rahe Rām vāse re,

 Je bole je sāmbhaḷe drashṭi prakāshe re... anu 1

Jyā jue tyā Rāmjī bīju na bhāse re,

 Bhāt dekhī bhule nahi anubhav ujāse re... anu 2

Kesarī kerā gandhthī karī koṭi trāse re,

 Tem ātmānā udyotthī agnān nāse re... anu 3

Hu taḷye Hari ḍhukḍā te ṭaḷāy dāse re,

 Muktānand (kahe) mahāsantne Prabhu pragaṭ pāse re... anu 4

loading