કીર્તન મુક્તાવલી
અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે
૧-૪૩૧: સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી
Category: ઉપદેશનાં પદો
પદ - ૪
અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે,
પ્રીત કરી પરબ્રહ્મશું ભવમાં ન આવે રે... અનુભવી꠶ ૧
મરજીવાને માર્ગે જન કોઈક જાવે રે,
પે’લું પરઠે મોત તે મુક્તાફળ પાવે રે... અનુભવી꠶ ૨
વેગે વહેતા વારિમાં પ્રતિબિંબ ન ભાસે રે,
તેમ ડગમગે દિલ જ્યાં લગી નવ બ્રહ્મ પ્રકાશે રે... અનુભવી꠶ ૩
બ્રહ્મ થઈ પરબ્રહ્મને જુએ તે જાણે રે,
એવા જીવનમુક્ત જનના ગુણ વેદ વખાણે રે... અનુભવી꠶ ૪
કાયા માયા કૂડ છે જેમ ધૂમ† છાયા રે,
મુક્તાનંદ કહે ગુરુમુખીમાં પદ સમાયાં રે... અનુભવી꠶ ૫
†ધૂમ્ર
Anubhavī ānandmā Govind gāve re
1-431: Sadguru Muktanand Swami
Category: Updeshna Pad
Pad - 4
Anubhavī ānandmā Govind gāve re,
Prīt karī Parabrahmashu bhavmā na āve re... anu 1
Marjīvāne mārge jan koīk jāve re,
Pe’lu parṭhe mot te muktāfaḷ pāve re... anu 2
Vege vahetā vārimā pratibimb na bhāse re,
Tem dagmage dil jyā lagī nav Brahma prakāshe re... anu 3
Brahma thaī Parabrahmane jue te jāṇe re,
Evā jīvanmukta jannā guṇ Veda vakhāṇe re... anu 4
Kāyā māyā kuḍ chhe jem dhum† chhāyā re,
Muktānand kahe gurumukhīmā pad samāyā re... anu 5
†dhumra