કીર્તન મુક્તાવલી

ધન્ય ધન્ય એ સંત સુજાણને

૧-૪૩૫: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ઉપદેશનાં પદો

પદ - ૪

ધન્ય ધન્ય એ સંત સુજાણને,

 જેનું ઊલટી પલટ્યું આપ... સંત તે સ્વયં હરિ꠶ ૧

આપ ટળી મળ્યા ભગવાનમાં, જેના આપમાં હરિનો વ્યાપ... સંત꠶ ૨

જેના શીશમાં શીશ છે શ્યામનું, જેના નેણમાં નાથનાં નેણ... સંત꠶ ૩

જેના મુખમાં મુખ મહારાજનું, જેના વેણમાં વા’લાનાં વેણ... સંત꠶ ૪

જેના કાનમાં કાન છે કૃષ્ણના, જેના નાકમાં નાસિકા નાથ... સંત꠶ ૫

જેની જીભામાં જીભા જીવનની, જેના હાથમાં હરિના હાથ... સંત꠶ ૬

જેના હૃદયમાં હૃદય હરિ તણું, જેના પાવમાં પ્રભુના પાવ... સંત꠶ ૭

જેમ હીરો હીરા વડે વેંધીએ, તેમ થયો તે સહજ સમાવ... સંત꠶ ૮

એમ સંતમાં રહ્યા છે શ્રીહરિ, માટે સંત છે સુખનું ધામ... સંત꠶ ૯

ધર્મ ભક્તિ વૈરાગ્ય ને જ્ઞાન જે, તેને રહેવાનું સંત છે ઠામ... સંત꠶ ૧૦

એવા સંત શિરોમણિ ક્યાં મળે, જેણે દેહબુદ્ધિ કરી દૂર... સંત꠶ ૧૧

કહે નિષ્કુળાનંદ એને સંગે, ઊગે અંતરે આનંદ સૂર... સંત꠶ ૧૨

પ્રભુજીના

કીધી

Dhanya dhanya e sant sujāṇne

1-435: Sadguru Nishkulanand Swami

Category: Updeshna Pad

Pad - 4

Dhanya dhanya e sant sujāṇne;

Jenu ūlṭī palaṭyu āp

 ... sant te svayam Hari 1

Āp ṭaḷī maḷyā Bhagwānmā,

 Fjenā āpmā Harino vyāp... sant 2

Jenā shīshmā shīsh chhe Shyāmnu,

 jenā neṇmā Nāthnā neṇ... sant 3

Jenā mukhmā mukh Mahārājnu,

 jenā veṇmā vā’lānā veṇ... sant 4

Jenā kānmā kān chhe Krishṇanā,

 jenā nākmā nāsikā Nāth... sant 5

Jenī jībhāmā jībhā Jīvannī,

 jenā hāthmā Harinā hāth... sant 6

Jenā hradaymā hraday Hari taṇu,

 jenā pāvmā Prabhunā pāv... sant 7

Jem hiro hirā vaḍe vendhīe,

 tem thayo te sahaj samāv... sant 8

Em santmā rahyā chhe Shrī Hari,

 māṭe sant chhe sukhnu dhām... sant 9

Dharma bhakti vairāgya ne gnān je,

 tene rahevānu sant chhe ṭhām... sant 10

Evā sant shiromaṇi kyā maḷe,

 jeṇe dehbuddhi karī dūr... sant 11

Kahe Nishkuḷānand ene sange,

  ūge antare ānand sūr... sant 12

loading