કીર્તન મુક્તાવલી

સંત વિના રે સાચી કોણ કહે

૧-૪૩૬: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ઉપદેશનાં પદો

(સારસિદ્ધિ - પદ: ૯)

પદ - ૧

સંત વિના રે સાચી કોણ કહે, સારા સુખની વાત;

દયા રહી છે જેના દિલમાં, નથી ઘટમાં ઘાત... ꠶ ૧

જેમ જનનીને હૈયે હેત છે, સદા સુતને સાથ;

અરોગી કરવા અર્ભકને, પાયે કડવેરા ક્વાથ... ꠶ ૨

જેમ ભમરી ભરે ભારે ચટકો, પલટવા ઈયળનું અંગ;

તેમ સંત વચન કટુ કહે, આપવા આપણો રંગ... ꠶ ૩

જાણો સંત સગા છે સહુના, જીવ જરૂર જાણ;

નિષ્કુળાનંદ નિર્ભય કરે, આપે પદ નિરવાણ... ꠶ ૪

Sant vinā re sāchī koṇ kahe

1-436: Sadguru Nishkulanand Swami

Category: Updeshna Pad

(Sārsiddhi - pad: 9)

Pad - 1

Sant vinā re sāchī koṇ kahe, sārā sukhnī vāt;

 Dayā rahī chhe jenā dilmā, nathī ghatma ghat... 1

Jem jananīne haiye het chhe, sadā sutne sāth;

 Arogī karvā arbhakne, pāye kaḍverā kvāth... 2

Jem bhamri bhare bhāre chaṭko, palaṭvā īyaḷnu ang;

 Tem sant vachan kaṭu kahe, āpvā āpṇo rang... 3

Jāṇo sant sagā chhe sahunā, jīva jarur jāṇ;

 Nishkuḷānand nīrbhay kare, āpe pad nīrvāṇ... 4

loading