કીર્તન મુક્તાવલી

અનુપ સંતને આપું ઉપમા

૧-૪૩૭: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ઉપદેશનાં પદો

(સારસિદ્ધિ - પદ: ૧૦)

પદ - ૨

અનુપ સંતને આપું ઉપમા, એવું નથી જો એક;

જોઈ જોઈ જોયું મેં જીવમાં, કરી ઊંડો વિવેક... ꠶ ૧

સ્વર્ગ મૃત્યુ પાતાળમાં, શોધે નાવે સંતને તોલ;

દીઠાં સુણ્યાં તે તો દોષે ભર્યાં, સંત અતિ અમળ અમોલ... ꠶ ૨

સાતે દૃષ્ટાંતે સહુ સૂચવી, કહે કવિજન કોય;

સરે સાર તેમાં શોધતાં, સંત સમ નહિ સોય... ꠶ ૩

જેવા એ સંત કહીએ શિરોમણિ, તેવા હરિ સહુ શિરમોડ;

નિષ્કુળાનંદ નિહાળતાં, ન જડે એ બેની જોડ... ꠶ ૪

Anup santne āpu upmā

1-437: Sadguru Nishkulanand Swami

Category: Updeshna Pad

(Sārsiddhi - pad: 10)

Pad - 2

Anup santne āpu upmā, evu nathī jo ek;

 Joī joī joyu me jīvamā, karī ūnḍo vivek... 1

Swarg mrutyu pātāḷmā, shodhe nāve santne tol;

 Dīṭhā suṇyā te to doshe bharyā, sant ati amaḷ amol... 2

Sāte drashṭānte sahu sūchvī, kahe kavijan koy;

 Sare sār temā shodhtā, sant sam nahi soy... 3

Jevā e sant kahie shiromaṇi, ṭevā Hari sahu shirmoḍ;

 Nishkuḷānand nihāḷtā, na jaḍe e benī joḍ... 4

loading