કીર્તન મુક્તાવલી

સુખી કર્યા રે જન જક્તમાં

૧-૪૩૮: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ઉપદેશનાં પદો

(સારસિદ્ધિ - પદ: ૧૧)

પદ - ૩

સુખી કર્યા રે જન જક્તમાં, પ્રભુ પ્રગટી આ વાર;

નિવાસી કર્યા રે બ્રહ્મમો’લના, અગણિત નરનાર... ꠶ ૧

જે સુખ અગમ અજ ઈશને, સુર સુરેશને સોય;

તે સુખ દીધું છે દાસને, જે સુખ ન પામે કોય... ꠶ ૨

ધામી વિના રે એહ ધામનું, કોણ સુખનું દેનાર;

માટે આપે આવી આપિયું, અખંડ સુખ અપાર... ꠶ ૩

એહ સુખથી જે સુખિયા થયા, રહ્યાં દુઃખ તેથી દૂર;

નિષ્કુળાનંદ નિર્ભય થઈ, રહ્યા હરિને હજૂર... ꠶ ૪

ન્હોય

Sukhī karyā re jan jaktamā

1-438: Sadguru Nishkulanand Swami

Category: Updeshna Pad

(Sārsiddhi - pad: 11)

Pad - 3

Sukhī karyā re jan jaktamā, Prabhu pragaṭi ā vār;

 Nivāsī karyā re brahmamo’lnā, agaṇit narnār... 1

Je sukh agam Aj Īshne, sur sureshne soy;

 Te sukh dīdhu chhe dāsne, je sukh na pāme koy... 2

Dhāmī vinā re eh dhāmnu, koṇ sukhnu denār;

 Māṭe āpe āvī āpiyu, akhanḍ sukh apār... 3

Eh sukhthī je sukhiyā thayā, rahyā dukh tethī dūr;

 Nishkuḷānand nīrbhay thaī, rahyā Harine hajūr... 4

loading