કીર્તન મુક્તાવલી

ભાગ્ય જાગ્યાં રે આજ જાણવાં

૧-૪૩૯: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ઉપદેશનાં પદો

(સારસિદ્ધિ - પદ: ૧૨)

પદ - ૪

ભાગ્ય જાગ્યાં રે આજ જાણવાં, કોટિ થયાં કલ્યાણ;

ઉધારો ન રહ્યો એહનો, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ... ꠶ ૧

અનાથપણાનું મે’ણું ઊતર્યું, સદા થયા સનાથ;

ડર ન રહ્યો બીજા દેવનો, ગ્રહ્યો હરિએ હાથ... ꠶ ૨

કંગાલપણું કે’વા ન રહ્યું, સદા મનાણું સુખ;

મસ્તી આવી રે અતિ અંગમાં, દૂર પલાણાં દુઃખ... ꠶ ૩

અણસમજણ અળગી થઈ, સમી સમજાણી વાત;

પાંપળાં સર્વે પરાં પળ્યાં, મળ્યા શ્રહરિ સાક્ષાત... ꠶ ૪

કસર ન રહી કોઈ વાતની, પામ્યા પ્રભુ પ્રગટ પ્રસંગ;

ખોટ મટીને ખાટ્ય થઈ, રહી ગયો છે રંગ... ꠶ ૫

ભુધર મળતાં ભલું થયું, ફેરો ફાવ્યો આ વાર;

સુખ તણી સીમા તે શી કહું, મને મોદ અપાર... ꠶ ૬

આજ આનંદ વધામણાં, હૈયે હરખ ન માય;

અમળતી વાત તે આવી મળી, શી કહું સુખની સીમાય... ꠶ ૭

આજ અમૃતની હેલી થઈ, રહી નહિ કાંઈ ખોટ;

એક કલ્યાણનું ક્યાં રહ્યું, થયાં કલ્યાણ કોટ... ꠶ ૮

રાંકપણું તો રહ્યું નહિ, કોઈ મા કહેશો કંગાલ;

નિરધનિયાં તો અમે નથી, મહા મળ્યો છે માલ... ꠶ ૯

કોણ જાણે આ કેમ થયું, આવ્યું અણચિંતવ્યું સુખ;

ઢાળો અલૌકિક ઢળી ગયો, મળ્યા હરિ મુખોમુખ... ꠶ ૧૦

ધન્ય ધન્ય અવસર આજનો, જેમાં મળિયા મહારાજ;

નિષ્કુળાનંદ ડંકો જીતનો, વાગી ગયો છે આજ... ꠶ ૧૧

Bhāgya jāgyā re āj jāṇvā

1-439: Sadguru Nishkulanand Swami

Category: Updeshna Pad

(Sārsiddhi - pad: 12)

Pad - 4

Bhāgya jāgyā re āj jāṇvā, koṭi thayā kalyāṇ;

 Udhāro na rahyo ehno, pāmyā Prabhu pragaṭ pramāṇ... 1

Anāthpaṇānu me’ṇu ūtaryu, sadā thayā sanāth;

 Ḍar na rahyo bījā devano, grahyo Harie hāth... 2

Kangālpaṇu ke’vā na rahyu, sadā manāṇu sukh;

 Mastī āvī re ati angmā, dūr palāṇā dukh... 3

Aṇsamjaṇ aḷgī thaī, samī samjāṇī vāt;

Pāpaḷā sarve parā paḷyā, maḷyā Shrī Hari sākshāt... 4

Kasar na rahī koī vātnī, pāmyā Prabhu pragaṭ prasang;

 Khoṭ maṭīne khāṭya thaī, rahī gayo chhe rang... 5

Bhūdhar maḷtā bhalu thayu, fero fāvyo ā vār;

 Sukh taṇī sīmā te shī kahu, mane mod apār... 6

Āj ānand vadhāmṇā, haiye harakh na māy;

 Amaḷtī vāt te āvī maḷī, shī kahu sukhnī simāy... 7

Āj amrutnī helī thaī, rahī nahi kāī khoṭ;

 Ek kalyāṇnu kyā rahyu, thayā kalyāṇ koṭ... 8

Rānkpaṇu to rahyu nahi, koī mā kahesho kangāl;

 Nirdhaniyā to ame nathī, mahā maḷyo chhe māl... 9

Koṇ jāṇe ā kem thayu, āvyu aṇchintavyu sukh;

 Dhāḷo alaukik dhaḷī gayo, maḷyā Hari mukhomukh... 10

Dhanya dhanya avsar ājno, jemā maḷīyā Mahārāj;

 Nishkuḷānand danko jītno, vāgī gayo chhe āj... 11

loading