કીર્તન મુક્તાવલી
સ્વામી સહજાનંદ મહારાજ મારા હૃદયે રહેજો હો
૧-૪૪: અજાણ્ય
Category: પ્રાર્થના
સ્વામી સહજાનંદ મહારાજ, મારા હૃદયે રહેજો હો,
કરુણાસાગર હે વૃષરાજ, મને તવ દર્શન દેજો હો;
મારા આંગણિયાને આજ, પ્રભુજી પાવન કરજો હો... ꠶ટેક
પ્રભુ હું દોષ થકી ભરપૂર રાચી રહેલો,
થઈ મોહ મમતામાં ચકચૂર ફરતો ઘેલો;
તો પણ રાખી મારી લાજ નાથ ઉગારી લેજો હો... સ્વામી꠶ ૧
આવ્યો શરણે હે અવિનાશ આજ તમારી,
પૂરણ કરજો મુજ અભિલાષ વિનંતી મારી;
સુણી સેવકનો દીન અવાજ, મને તવ શરણું દેજો હો... સ્વામી꠶ ૨
આરત હૃદયે હે ઘનશ્યામ વિનંતી કરું છું,
શરણાગત વત્સલ સુખધામ શીશ ધરું છું;
દીનબંધું ગરીબનિવાજ, ભવજળ તારી લેજો હો... સ્વામી꠶ ૩
Swāmī Sahajānand Mahārāj mārā hradaye rahejo ho
1-44: unknown
Category: Prarthana
Swāmī Sahajānand Mahārāj, mārā hradaye rahejo ho,
Karūṇāsāgar he Vrushrāj, mane tav darshan dejo ho;
Mārā āngaṇiyāne āj, Prabhujī pāvan karjo ho...
Prabhu hu dosh thakī bharpur, rāchī rahelo,
Thaī moh mamtāmā chakchur, farto ghelo;
To paṇ rākhī mārī lāj, Nāth ugārī lejo ho... Swāmī 1
Āvyo sharaṇe he Avināsh, āj tamārī,
Pūraṇ karjo muj abhilāsh, vinantī mārī;
Suṇī sevakno dīn avāj, mane tav sharaṇu dejo ho... Swāmī 2
Ārat hradaye he Ghanshyām, vinantī karū chhu,
Sharaṇāgat vatsal sukhdhām, shīsh dharū chhu;
Dīnbandhu garībnivāj, bhavjaḷ tārī lejo ho... Swāmī 3