કીર્તન મુક્તાવલી

સખી મેલી દે મનના મરોડને

૧-૪૫૩: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ઉપદેશનાં પદો

પદ - ૨

સખી મેલી દે મનના મરોડને,

 એવો આમળો રે, કરે કેને જો કાજ કે... માન꠶ ટેક

સખી તેને ઘણી તુજ સરખી,

 તુને બીજે રે, બહુ લાગશે લાજ કે... માન꠶ ૧

સખી અંગ અભિમાન આણીશ મા,

 રખે ગણતી રે, સખી તાહેરા ગુણ કે... માન꠶ ૨

સખી મોટી કરી મળી મોહને,

 જગમાંઈ રે, તુને જાણતું કોણ કે... માન꠶ ૩

સખી સુઘડપણાનું શું ઊપજે,

 પરવીણ રે, પણું પૂછે છે કોણ કે... માન꠶ ૪

સખી રૂપ દેખી નથી રીઝતા,

 મન મ આણીશ રે, એવું જુવતી જોણ કે... માન꠶ ૫

સખી શોભી તું શ્યામના સંગથી,

 વા’લા આડી રે, કેમ કરીએ વાડ કે... માન꠶ ૬

સખી ડા’પણથી દેહ દાઝશે,

 પછે કોઈ રે, પૂછશે નહીં પાડ કે... માન꠶ ૭

સખી તેને તુજ વિના ચાલશે,

 તારે તે વિના રે, કાંઈ નહિ સરે કામ કે... માન꠶ ૮

સખી પતિવ્રતાનું એ પણ છે,

 સરાયે નહિ રે, બીજો સુપને શ્યામ કે... માન꠶ ૯

સખી અબળાને એમ ઘટે ઘણું,

 બળ બાંધી રે, બોલાવે નહિ બોલ કે... માન꠶ ૧૦

સખી નિષ્કુળાનંદના નાથને,

 કાંઈ કે’વું રે, તેનો કરવો તોલ કે... માન꠶ ૧૧

Sakhī melī de mannā maroḍne

1-453: Sadguru Nishkulanand Swami

Category: Updeshna Pad

Pad - 2

Sakhī melī de mannā maroḍne,

 Evo āmḷo re, kare kene jo kāj ke...

Sakhī tene ghaṇī tuj sarkhī,

 Tune bīje re, bahu lāgshe lāj ke... melī 1

Sakhī ang abhimān āṇīsh mā,

 Rakhe gaṇtī re, sakhī tāherā guṇ ke... melī 2

Sakhī motī karī maḷi Mohane,

 Jagmāī re, tune jāṇtu koṇ ke... melī 3

Sakhī sughaḍpaṇānu shu ūpje,

 Parvīṇ re, paṇu pūchhe chhe koṇ ke... melī 4

Sakhī rūp dekhī nathī rījhtā,

 Man ma āṇīsh re, evu juvatī joṇ ke... melī 5

Sakhī shobhī tu Shyāmnā sangthī,

 Vā’lā āḍī re, kem karīe vāḍ ke... melī 6

Sakhī ḍā’paṇthī deh dājhshe,

 Pachhe koī re, pūchhshe nahī pāḍ ke... melī 7

Sakhī tene tuj vinā chālshe,

 Tāre te vinā re, kāī nahi sare kām ke... melī 8

Sakhī pativratānu e paṇ chhe,

 Sarāye nahi re, bijo supne Shyām ke... melī 9

Sakhī abaḷāne em ghaṭe ghaṇu,

 Baḷ bāndhī re, bolvo nahi bol ke... melī 10

Sakhī Nishkuḷānandnā Nāthne,

 Koī ke’vu re, teno karvo tol ke... melī 11

loading