કીર્તન મુક્તાવલી
જનમ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથે જી
૧-૪૬૮: નારાયણદાસ
Category: ઉપદેશનાં પદો
પદ - ૧
જનમ્યા ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથે જી;
આવ્યા ત્યારે શું લાવ્યા ને, શું લઈ જાવું સાથે જી... ૧
સવાર થાય ને સાંજ પડે છે, દિન ઉપર દિન જાયે જી;
આજ કાલ કરતાં આવરદા, જોને ઓછી થાયે જી... ૨
એક જન્મે ને એક મરે છે, સ્થિર નથી કોઈ ઠરવા જી;
મરી ગયા તે જન્મ ધરે ને, જન્મ ધરે તે મરવા જી... ૩
સંસાર સઘળો કાળ ચવાણું, કર્મવશ નરનારી જી;
દાસ નારાયણ કહે છે ભાઈઓ, કર્મ કરો વિચારી જી... ૪
Janmyā tyāthī jarūr jāṇo, marvānu chhe māthe jī
1-468: Narayandas
Category: Updeshna Pad
Pad - 1
Janmyā tyāthī jarūr jāṇo, marvānu chhe māthe jī;
Āvyā tyāre shu lāvyā ne, shu laī jāvu sāthe jī... 1
Savār thāy ne sānj paḍe chhe, din upar din jāye jī;
Āj kāl kartā āvardā, jone ochhī thāye jī... 2
Ek janme ne ek mare chhe, sthīr nathī koī ṭharvā jī;
Marī gayā te janma dhare ne, janma dhare te marvā jī... 3
Sansār saghḷo kāḷ chavāṇu, karmavash narnārī jī;
Dās Nārāyaṇ kahe chhe bhāio, karma karo vichārī jī... 4