કીર્તન મુક્તાવલી

પ્રભાતે ફૂલડિયાં ફૂલે સાંજે તે કરમાશે જી

૧-૪૬૯: નારાયણદાસ

Category: ઉપદેશનાં પદો

પદ - ૨

પ્રભાતે ફૂલડિયાં ફૂલે, સાંજે તે કરમાશે જી;

નિત્ય બાગમાં નવીન કળીઓ, ખીલીને ખરી જાશે જી... ૧

એ પ્રમાણે જગત જાય છે, જળની પેઠે વહેતું જી;

નાનાં મોટાં નિત્ય મરે છે, અમર નથી કોઈ રહેતું જી... ૨

કુંભકરણ ને રાવણ સરખા, કાયા મૂકી ચાલ્યા જી;

કળિયા છળિયા બળિયા ચાલ્યા, હાથ ઘસીને ઠાલા જી... ૩

સુરાસુર ને ઇન્દ્ર ચંદ્ર, અવનિ તે પણ જાશે જી;

દાનવ ને માનવ મરવાના, કહ્યું છે નારણદાસે જી... ૪

Prabhāte fūlaḍiyā fūle sānje te karmāshe jī

1-469: Narayandas

Category: Updeshna Pad

Pad - 2

Prabhāte fūlaḍiyā fūle, sānje te karmāshe jī;

 Nitya bāgmā navīn kaḷīo, khīlīne kharī jāshe jī... 1

E pramāṇe jagat jāy chhe, jaḷnī peṭhe vahetu jī;

 Nānā moṭā nitya mare chhe, amar nathī koī rahetu jī... 2

Kumbhkaraṇ ne Rāvaṇ sarkhā, kāyā mūkī chālyā jī;

 Kaḷīyā chhaḷīyā baḷīyā chālyā, hāth ghāsīne ṭhālā jī... 3

Surāsur ne Indra chandra, avni te paṇ jāshe jī;

 Dānav ne mānav marvānā, kahyu chhe Nāraṇdāse jī... 4

loading