કીર્તન મુક્તાવલી
અક્ષરધામના વાસી મારે હૈયે કરજો વાસ
૧-૪૭: અજાણ્ય
Category: પ્રાર્થના
(સાખી)
હરિદર્શનની આતુર આંખડીને જરા ઠારવા આવી જજે,
તુજ રાહમાં ઢાળેલ દિલને ખુંદવા આવી જજે;
નીચે ધરતી ઉપર આકાશ, જળમાં સ્થળમાં, નભ-વાદળમાં,
ધરતીના આ હર એક કણમાં (હે) શ્રીજી તારો વાસ,
વિશ્વાસ છે એક દિવસ તું પૂરી કરશે, મનની આશ;
મારે હૈયે કરજો વાસ.
અક્ષરધામના વાસી મારે, હૈયે કરજો વાસ,
કેમ વિસારું સ્વામિનારાયણને, જ્યાં લગી શ્વાસોચ્છ્વાસ... ꠶ટેક
શ્વાસોચ્છ્વાસે સમરું સ્વામી, જીવનના આધાર,
રોમે રોમે તારા નામનો વાગી રહે રણકાર,
આ અંતરના વાજિંતરમાં એક જ છે અભિલાષ... અક્ષર꠶ ૧
ભાવ ધરીને કરું છું ભક્તિ, જોજે હે ભગવાન,
હે ગુણવંતા ગાઈ રહ્યો છું તારા સદા ગુણગાન,
ઉગારજે આ દાવાનળથી એટલી રાખું આશ... અક્ષર꠶ ૨
Akṣhardhāmnā vāsī māre haiye karjo vās
1-47: unknown
Category: Prarthana
(Sākhi)
Haridarshannī ātur ānkhḍīne jarā ṭhārvā āvī jaje,
Tuj rāhmā ḍhāḷel dilne khundvā āvī jaje;
Nīche dhartī upar ākāsh, jaḷmā sthaḷmā, nabh-vādaḷmā,
Dhartīnā ā har ek kaṇmā (he) Shrījī tāro vās,
Vishvās chhe ek divas tu pūri karshe, mannī āsh;
Māre haiye karjo vās.
Akshardhāmnā vāsī māre, haiye karjo vās,
Kem visāru Swāminārāyaṇne,
Jyā lagī shvāsochchhvās...
Shvāsochchhvāse samaru Swāmī, jīvannā ādhār,
Rome rome tārā nāmno vāgī rahe raṇkār,
Ā antarnā vājintarmā ek ja chhe abhilāsh... Akshar 1
Bhāv dharīne karu chhu bhakti, joje he Bhagwān,
He guṇvantā gāī rahyo chhu tārā sadā guṇgān,
Ugārje ā dāvānaḷthī eṭlī rākhu āsh... Akshar 2