કીર્તન મુક્તાવલી
કાયા કાચો કુંભ ધૂળનો ધૂળ પલકમાં થાશે જી
૧-૪૭૧: નારાયણદાસ
Category: ઉપદેશનાં પદો
પદ - ૪
કાયા કાચો કુંભ ધૂળનો, ધૂળ પલકમાં થાશે જી;
પાપ કર્યાં તે માથે લઈને, જીવ એકલો જાશે જી... ૧
લખ ચોરાશી ચાર ખાણમાં, જન્મ ઘણેરા લીધા જી;
માત-પિતા ને ભાઈ-દીકરા, સગાં સંબંધી કીધાં જી... ૨
તે તો તારે અંત વખતમાં, કોઈ કામ ન આવ્યું જી;
કોડી બદલે ગાફલ પ્રાણી, રામ રતન ગુમાવ્યું જી... ૩
ક્ષણ ભંગુર આ દેહ ધર્યો તે, ખેહ પલકમાં થાશે જી;
ભાવ ધરીને હરિ ભજી લ્યો, કહ્યું છે નારણદાસે જી... ૪
Kāyā kācho kumbha dhūḷno
1-471: Narayandas
Category: Updeshna Pad
Pad - 4
Kāyā kācho kumbha dhūḷno, dhūḷ palakmā thāshe jī;
Pāp karyā te māthe laīne, jīv ekalo jāshe jī... 1
Lakh chorāshī chār khāṇmā, janma ghaṇerā līdhā jī;
Māta-pitā ne bhāī-dīkarā, sagā sambandhī kīdhā jī... 2
Te to tāre anta vakhatmā, koī kām na āvyu jī;
Koḍī badale gāfal prāṇī, Rām ratan gumāvyu jī... 3
Kṣhaṇ bhangur ā deh dharyo te, kheh palakmā thāshe jī;
Bhāv dharīne Hari bhajī lyo, kahyu chhe Nāraṇdāse jī... 4