કીર્તન મુક્તાવલી
શરીરનાં સંબંધી સર્વે શરીર સાથે જાશે જી
૧-૪૭૨: નારાયણદાસ
Category: ઉપદેશનાં પદો
પદ - ૫
શરીરનાં સંબંધી સર્વે, શરીર સાથે જાશે જી;
ઋણ સંબંધે ભેગાં થઈને, અંતે અળગાં થાશે જી... ૧
શ્રાવણ મહિનાની વાદળીઓ, વાયુથી વેરાયે જી;
એ પ્રમાણે સગાં સહોદર, થાયે ને વહી જાયે જી... ૨
ઝાકળનાં પાણી સરીખી, કાયા માયા જૂઠી જી;
વહાલાને વિસારી જાવું, એક પલકમાં ઊઠી જી... ૩
હરતાં ફરતાં ખાતાં પીતાં, કાળ વસે છે પાસે જી;
જ્યારે ત્યારે પકડી લેશે, કહ્યું છે નારણદાસે જી... ૪
Sharīrnā sambandhī sarve sharīr sāthe
1-472: Narayandas
Category: Updeshna Pad
Pad - 5
Sharīrnā sambandhī sarve, sharīr sāthe jāshe jī;
Rūṇ sambandhe bhegā thaīne, ante aḷgā thāshe jī... 1
Shrāvaṇ mahinānī vādaḷio, vāyūthī verāye jī;
E pramāṇe sagā sahodar, thāye ne vahī jāye jī... 2
Jhākaḷnā pāṇī sarikhī, kāyā māyā jūṭhī jī;
Vahālāne visārī jāvu, ek palakmā ūṭhī jī... 3
Hartā fartā khātā pitā, kāḷ vase chhe pāse jī;
Jyāre tyāre pakdī leshe, kahyu chhe Nārandāse jī... 4