કીર્તન મુક્તાવલી
કાદવ કેરાં કુંભ કોડિયાં કડૈયાં ને કોઠી જી
૧-૪૭૩: નારાયણદાસ
Category: ઉપદેશનાં પદો
પદ - ૬
કાદવ કેરાં કુંભ કોડિયાં, કડૈયાં ને કોઠી જી;
છાલાં ને પિયાલાં રૂડાં, લોટા અને વળી લોટી જી... ૧
મહોલ માળિયાં ભાત ભાતનાં, મેડીઓ બનાવી જી;
ઘટપટાદિક અનેક રચના, માટીની રચાવી જી... ૨
વસ્તુતાએ ધૂળતણું તે, ધૂળ ભેગું થાશે જી;
કાચી કાયા જૂઠી માયા, જોતાં જોતાં જાશે જી... ૩
સત્વર થઈને હરિ ભજી લ્યો, જન્મારો વહી જાશે જી;
બળતામાંથી બૂકી લેવું, કહ્યું છે નારણદાસે જી... ૪
Kādav kerā kumbh koḍiyā kaḍaiyā
1-473: Narayandas
Category: Updeshna Pad
Pad - 6
Kādav kerā kumbh koḍiyā, kaḍaiyā ne koṭhī jī;
Chhālā ne piyālā rūḍā, loṭā ane vaḷī loṭī jī... 1
Mahol māḷiyā bhāt bhātanā, meḍīo banāvī jī;
Ghaṭpaṭādik anek rachanā, māṭīnī rachāvī jī... 2
Vastutāe dhūḷtaṇu te, dhūḷ bhegu thāshe jī;
Kāchī kāyā jūṭhī māyā, jotā jotā jāshe jī... 3
Satvar thaīne Hari bhajī lyo, janmāro vahī jāshe jī;
Baḷtāmāthī būkī levu, kahyu chhe Nāraṇdāse jī... 4