કીર્તન મુક્તાવલી

નાશવંત આ દેહ વડેથી અવિનાશી ફળ લેવું જી

૧-૪૭૪: નારાયણદાસ

Category: ઉપદેશનાં પદો

પદ - ૭

નાશવંત આ દેહ વડેથી, અવિનાશી ફળ લેવું જી;

પત્રાવળાને જમી કરીને, બહાર ફેંકી દેવું જી... ૧

મનગમતું મૂકીને મનવા, હરિ ગમતામાં રહેવું જી;

દેહ ધર્યો તે સુખ-દુઃખ આવે, તેને વેઠી લેવું જી.... ૨

હરિજન ઉપર હેત કરીને, ભૂધરજીને ભજવા જી;

ભક્તિમાં જે વિઘ્ન કરે તે, વેરી જાણી તજવા જી... ૩

બીજાં સર્વે કામ બગાડી, મોક્ષ પંથ સુધારો જી;

દાસ નારાયણ હરિ ભજીને, સફળ કરો જન્મારો જી... ૪

Nāshvant ā deh vaḍethī avināshī faḷ

1-474: Narayandas

Category: Updeshna Pad

Pad - 7

Nāshvant ā deh vaḍethī, avināshī faḷ levu jī;

 Patrāvaḷāne jamī karīne, bahār fekī devu jī... 1

Mangamtu mūkīne manvā, Hari gamtāmā rahevu jī;

 Deh dharyo te sukh-dukh āve, tene veṭhī levu jī... 2

Harijan upar heṭ karīne, Bhūdharjīne bhajvā jī;

 Bhaktimā je vighna kare te, verī jāṇī tajvā jī... 3

Bījā sarve kām bagādī, moksha panth sudhāro jī;

 Dās Nārāyaṇ Hari bhajīne, safaḷ karo janmāro jī... 4

loading