કીર્તન મુક્તાવલી
જન્મ ધરીને શું શું કીધું શું શું લીધું ભાતું જી
૧-૪૭૫: નારાયણદાસ
Category: ઉપદેશનાં પદો
પદ - ૮
જન્મ ધરીને શું શું કીધું, શું શું લીધું ભાતું જી;
વ્હાલમને વિસારી દીધા, કીધી બીજી વાતું જી.... ૧
યમ-ધર્મ તે લેખાં લેશે, કાઢી તારું ખાતું જી;
જોરાવર છે જમના દૂતો, તેની ખાશે લાતું જી... ૨
કડકડતી કડામાં નાખે, તેલ કરીને તાતું જી;
અભાગિયા તેં જાણી જોઈને, દુઃખ લીધું વેચાતું જી... ૩
હરિ ચરણનું શરણું છોડી, મન મેલ્યું અથડાતું જી;
દાસ નારાયણ કહે છે હવે, જમપુરીમાં જા તું જી... ૪
Janma dharīne shu shu kīdhu
1-475: Narayandas
Category: Updeshna Pad
Pad - 8
Janma dharīne shu shu kīdhu, shu shu līdhu bhātu jī;
Vhālamne visārī didhā, kīdhī bījī vātu jī... 1
Yam-dharma te lekhā leshe, kāḍhī tāru khātu jī;
Jorāvar chhe Jamnā dūto, tenī khāshe lātu jī... 2
Kaḍkaḍtī kaḍāmā nākhe, tel karīne tātu jī;
Abhāgīyā te jāṇī joīne, dukh līdhu vechātu jī... 3
Hari charaṇnu sharaṇu chhoḍī, man melyu athḍātu jī;
Dās Nārāyaṇ kahe chhe have, Jampūrimā jā tu jī... 4