કીર્તન મુક્તાવલી

પ્રગટ પુરુષોત્તમનો મહિમા ધારો ને વિચારો જી

૧-૪૭૬: નારાયણદાસ

Category: ઉપદેશનાં પદો

પદ - ૯

પ્રગટ પુરુષોત્તમનો મહિમા, ધારો ને વિચારો જી;

અહો! ધન્ય આ હરિ ભજ્યાનો, અવસર આવ્યો સારો જી... ૧

મંગળમૂર્તિ મોહનવરની, અંતરમાં ઉતારો જી;

જાણપણા રૂપ દરવાજે રહી, કામ ક્રોધને મારો જી... ૨

સમજીને સત્સંગી થઈએ, લાભ અલૌકિક લેવા જી;

હરિકથા ને કીર્તન કરીએ, સદાય સુખના મેવા જી... ૩

તન મન અંતર સ્વચ્છ કરીને, સાચા સેવક થઈએ જી;

દાસ નારાયણ હરિ ભજીને, હરિ સમીપે જઈએ જી.... ૪

Pragaṭ Puruṣhottamno mahimā dhāro ne vichāro jī

1-476: Narayandas

Category: Updeshna Pad

Pad - 9

Pragaṭ Puruṣhottamno mahimā, dhāro ne vichāro jī;

 Aho! dhanya ā Hari bhajyāno, avsar āvyo sāro jī... 1

Mangaḷmūrti Mohanvarnī, antarmā utāro jī;

 Jāṇpaṇā rūp darvāje rahī, kām krodhne māro jī... 2

Samajīne satsangī thaīe, lābh alaukik levā jī;

 Harikathā ne kīrtan karīe, sadāy sukhnā mevā jī... 3

Tan man antar swachchha karīne, sāchā sevak thaīe jī;

 Dās Nārāyaṇ Hari bhajīne, Hari samīpe jaīe jī.... 4

loading