કીર્તન મુક્તાવલી

જંગલ વસાવ્યો જોગીએ

૧-૪૭૭: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ઉપદેશનાં પદો

પદ - ૧

જંગલ વસાવ્યો જોગીએ, તજી જેણે તનડાની આશજી;

વાત ન ગમે આ વિશ્વની, આઠો પહોર ઉદાસજી... જંગલ꠶ ૧

સેજ-પલંગે પોઢતા, મંદિર ઝરૂખા માંયજી;

તેને નહીં રે તૃણ-સાથરો, રહેતા તરુતલ છાંયજી... જંગલ꠶ ૨

શાલ દુશાલા ઓઢતા, ઝીણા જરકશી જામાજી;

તેણે રાખી રે કંથા ગોદડી, સહે શિર શીત ને ઘામજી... જંગલ꠶ ૩

ભાવતાં ભોજન જમતા, અનેક વિધનાં અન્નજી;

તે રે માગણ લાગ્યા ટુકડા, ભિક્ષા ભુવન ભુવનજી... જંગલ꠶ ૪

હાજી કહેતાં હજાર ઉઠતાં, ચાલતાં લશ્કર લાવજી;

તે નર ચાલ્યા રે એકલા, નહીં પેજારું પાવજી... જંગલ꠶ ૫

રહો તો રાજા રસોઈ કરું, જમતા જાઓ જોગીરાજજી;

ખીર નિપજાવું ક્ષણું એકમાં, તે તો ભિક્ષાને કાજજી... જંગલ꠶ ૬

આહાર કારણે જે ઊભો રહે, કરી એકની આશજી;

તે જોગી નહીં ભોગી જાણવો, અંતે થાયે વણાશજી... જંગલ꠶ ૭

રાજ સાજ સુખ પરહરી, જે જન લેશે જોગજી;

ધન રે દારામાં તે નહીં ધસે, રોગ સમ જાણે ભોગજી... જંગલ꠶ ૮

ધન્ય એ ત્યાગ વૈરાગ્યને, તજી જેણે તનડાની આશજી;

કુળ રે તજીને નિષ્કુળ થયા, તેનું કુળ અવિનાશજી... જંગલ꠶ ૯

નિપાવું

Jangal vasāvyo jogīe

1-477: Sadguru Nishkulanand Swami

Category: Updeshna Pad

Pad - 1

Jangal vasāvyo jogīe,

 tajī jeṇe tanḍānī āshjī;

Vāt na game ā vishvanī,

 āṭho pahor udāsjī... jangal 1

Sej-palange poḍhtā,

 mandir jharukhā māyjī;

Tene nahi re truṇ-sāthro,

 rahetā tarūtal chhāyjī... jangal 2

Shāl dushālā oḍhtā,

 jhīṇā jarkashī jāmājī;

Tene rākhī re kanṭhā godaḍī,

 sahe shir shīt ne ghāmjī... jangal 3

Bhāvtā bhojan jamtā,

 anek vidhnā annajī;

Te re māgaṇ lāgyā ṭukaḍā,

 bhikshā bhuvan bhuvanjī... jangal 4

Hājī kahetā hajār ūṭhtā,

 chāltā lashkar lāvjī;

Te nar chāḷyā re eklā,

 nahi pejāru pāvjī... jangal 5

Raho to rājā rasoī karu,

 jamtā jāo jogīrājjī;

Khīr nipjāvu kshaṇu ekmā,

 te to bhikshāne kājjī... jangal 6

Āhār kāraṇe je ūbho rahe,

 karī eknī āshjī;

Te jogī nahi bhogī jāṇvo,

 ante thāye vaṇāshjī... jangal 7

Rāj sāj sukh parharī,

 je jan leshe jogjī;

Dhan re dārāmā te nahī dhase,

 rog sam jāṇe bhogjī... jangal 8

Dhanya e tyāg vairāgyne,

 tajī jeṇe tanḍānī āshjī;

Kuḷ re tajīne nishkuḷ thayā,

 tenu kuḷ avīnāshjī... jangal 9

loading