કીર્તન મુક્તાવલી

હું બલિહારી એ વૈરાગ્યને

૧-૪૭૯: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ઉપદેશનાં પદો

પદ - ૩

હું બલિહારી એ વૈરાગ્યને, ઉપન્યો જેને અંગજી;

ચૌદ લોક ને જે ચતુરધા, ન ગમે સુખનો તે સંગજી... હું꠶ ૧

સુખ ન ઇચ્છે તે સંસારનાં, સમજે સપના સમાનજી;

વાત ગમે એક વૈરાગ્યની, તનસુખ ત્યાગવા તાનજી... હું꠶ ૨

દુઃખી રે દેખી આ દેહને, રહે રાજી તે મનજી;

અનરથનું એ આગાર છે, જાણી ન કરે જતનજી... હું꠶ ૩

રાતદિવસ રુદિયામાંહી, વરતે એમ વિચારજી;

અહો હું રે કોણ ને જાઈશ કિયાં, કરું તેનો નિરધારજી... હું꠶ ૪

કરું ઉપાય હવે એહનો, ડોળી દેશ વિદેશજી;

કોઈ રે ઉગારે મુને કાળથી, સોંપું તેને લઈ શીશજી... હું꠶ ૫

રહે રે આતુરતા અંતરે (ઘણી), દેખી દેહ અનિત્યજી;

સુખ ન માને આ સંસારમાં, ન કરે કોઈ શું પ્રીતજી... હું꠶ ૬

એવી દશા રે આવ્યા વિના, ન હોય તન સુખ ત્યાગજી;

ઉપરનો લાગે રે લજામણો, વગોણા સરખો વૈરાગજી... હું꠶ ૭

હરિ ગુરુદેવ દયા કરી, આપે એહ વિચારજી;

નિષ્કુળાનંદ એ નિઃશંક થઈ, સહેજે તરે તે સંસારજી... હું꠶ ૮

Hu balihārī e vairāgyane

1-479: Sadguru Nishkulanand Swami

Category: Updeshna Pad

Pad - 3

Hu balihārī e vairāgyane, upanyo jene angjī;

 Chaud lok ne je chaturdhā, na game sukhno te sangjī... Hu° 1

Sukh na ichchhe te sansārnā, samaje sapnā samānjī;

 Vāt game ek vairāgyanī, tansukh tyāgavā tānjī... Hu° 2

Dukhī re dekhī ā dehne, rahe rājī te manjī;

 Anarathnu e āgār chhe, jāṇī na kare jatanjī... Hu° 3

Rātdivas rudiyāmāhī, varate em vichārajī;

 Aho hu re koṇ ne jāīsh kiyā, karu teno niradhārjī... Hu° 4

Karu upāy have ehano, ḍoḷī desh videshjī;

 Koī re ugāre mune kāḷthī, sopu tene laī shīshjī... Hu° 5

Rahe re āturtā antare (ghaṇī), dekhī deh anityajī;

 Sukh na māne ā sansārmā, na kare koī shu prītajī... Hu° 6

Evī dashā re āvyā vinā, na hoy tan sukh tyāgjī;

 Uparno lāge re lajāmaṇo, vagoṇā sarakho vairāgajī... Hu° 7

Hari Gurudev dayā karī, āpe eh vichārjī;

 Niṣhkuḷānand e nishank thaī, saheje tare te sansārjī... Hu° 8

loading