કીર્તન મુક્તાવલી
વંદન કરીએ પ્રભુ ભાવ ધરી
વંદન કરીએ પ્રભુ ભાવ ધરી, સ્વામિનારાયણ શ્રી સહજાનંદજી... ꠶ટેક
આપ પ્રભુ છો ધામના ધામી, બળવંતા બહુનામી હરિ... વંદન꠶ ૧
જીવ અનંતના મોક્ષને અર્થે, અનાદિ અક્ષર સાથ લઈ... વંદન꠶ ૨
પુરુષોત્તમ નારાયણ પોતે, પ્રગટ્યા માનવ દેહ ધરી... વંદન꠶ ૩
સ્વામી ગુણાતીત અનાદિ અક્ષર, પુરુષોત્તમ સહજાનંદજી... વંદન꠶ ૪
યજ્ઞપુરુષમાં અખંડ રહીને, જ્ઞાનજીવનમાં અખંડ રહીને,
નારાયણસ્વરૂપમાં અખંડ રહીને, ઉપાસના શુદ્ધ પ્રગટ કરી... વંદન꠶ ૫
ભક્તિ એ જ અમારું જીવન, સેવા એ જ અમારું જીવન,
દેજો રોમે રોમ ભરી... વંદન꠶ ૬
હે ભક્તવત્સલ કરુણાસાગર, વિનંતી કરું કર જોડી હરિ... વંદન꠶ ૭
હેતુ રહિત ભક્તિ તવ ચરણે, દેજો તન મન ધનથી હરિ... વંદન꠶ ૮
Vandan karīe Prabhu bhāv dharī
Vandan karīe Prabhu bhāv dharī,
Swāminārāyaṇ Shrī Sahajānandjī...
Āp Prabhu chho Dhāmnā Dhāmī,
Baḷvantā bahunāmī Hari... vandan 1
Jīva anantnā mokshane arthe,
Anādi Akshar sāth laī... vandan 2
Purushottam Nārāyaṇ pote,
Pragaṭyā mānav deh dharī... vandan 3
Swāmī Guṇātīt anādi Akshar,
Purushottam Sahajānandjī... vandan 4
Yagnapurushmā akhanḍ rahīne,
Upāsanā shuddh pragaṭ karī... vandan 5
Bhakti e ja amāru jīvan,
Sevā e ja amāru jīvan,
Dejo rome rom bharī... vandan 6
He Bhaktavatsal Karuṇāsāgar,
Vinantī karu kar joḍī Hari... vandan 7
Hetu rahit bhakti tav charaṇe,
Dejo tan man dhanthī Hari... vandan 8