કીર્તન મુક્તાવલી

ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના

૧-૪૮૦: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ઉપદેશનાં પદો

પદ - ૪

ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાયજી;

અંતર ઊંડી જે ઇચ્છા રહે, તે કેમ કરીને તજાયજી... ત્યાગ꠶ ૧

વેશ લીધો રે વૈરાગ્યનો, દેશ રહી ગયો દૂરજી;

ઉપર વેશ તો આછો બન્યો, માંહી મોહ ભરપૂરજી... ત્યાગ꠶ ૨

કામ ક્રોધ લોભ મોહનું, જ્યાં લગી મૂળ ન જાયજી;

સંગ પ્રસંગે તે પાંગરે, જ્યારે જોગ ભોગનો થાયજી... ત્યાગ꠶ ૩

ઉષ્ણ રતે અવનિ ઉપરે, બીજ ન દીસે બહારજી;

ઘન વરસે વન પાંગરે, એમ ઇન્દ્રિય વિષે આકારજી... ત્યાગ꠶ ૪

ચમક દેખીને લોહ ચળે, એમ ઇન્દ્રિય વિષય સંજોગજી;

અણભેટ્યે રે અભાવ છે, ભેટ્યે ભોગવશે ભોગજી... ત્યાગ꠶ ૫

ઉપર તજે ને અંતર ભજે, એમ ન સરે અરથજી;

વણસ્યો રે વર્ણ આશ્રમથી, અંતે કરશે અનરથજી... ત્યાગ꠶ ૬

ભ્રષ્ટ થયો રે જોગ ભોગથી, જેમ બગડ્યું દૂધજી;

ગયું રે ઘૃત મહી માખણથી, આપે થયું અશુદ્ધજી... ત્યાગ꠶ ૭

પળમાં જોગી ને ભોગી પળમાં, પળમાં ગૃહી ને ત્યાગીજી;

નિષ્કુળાનંદ એ નરનો, વણસમજ્યો વૈરાગ્યજી... ત્યાગ꠶ ૮

અચ્છો

ગ્રહીને ત્યાગજી

Tyāg na ṭake re vairāgya vinā

1-480: Sadguru Nishkulanand Swami

Category: Updeshna Pad

Pad - 4

Tyāg na ṭake re vairāgya vinā, karīe koṭi upāyjī;

 Antar ūndī je ichchhā rahe, te kem karīne tajāyjī... tyāg 1

Vesh līdho re vairāgyano, desh rahī gayo dūrjī;

 Upar vesh to āchho banyo, māhī moh bharpūrjī... tyāg 2

Kām krodh lobh mohnu, jyā lagī mūḷ na jāyjī;

 Sang prasange te pāngare, jyāre jog bhogno thāyjī... tyāg 3

Ushṇa rate avnī upare, bīj na dise bahārjī;

 Ghan varse van pāngare, em īndriya vishe ākārjī... tyāg 4

Chamak dekhīne loh chaḷe, em īndriya vishay sanjogjī;

 Aṇbhetye re abhāv chhe, bhetye bhogavshe bhogjī... tyāg 5

Upar taje ne antar bhaje, em na sare arthjī;

Vaṇsyo re varṇa āshramthī, ante karshe anarthjī... tyāg 6

Bhrashṭ thayo re jog bhogthī, jem bagaḍyu dūdhjī;

 Gayu re ghrut mahī mākhaṇthī, āpe thayu ashuddhjī... tyāg 7

Paḷmā jogī ne bhogī paḷmā, paḷmā gruhī ne tyāgījī;

 Nishkuḷānand e narno, vaṇsamjyo vairāgjī... tyāg 8

loading