કીર્તન મુક્તાવલી
પ્રથમ વૈરાગ્ય જેને પ્રગટે
૧-૪૮૧: સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી
Category: ઉપદેશનાં પદો
પદ - ૫
પ્રથમ વૈરાગ્ય જેને પ્રગટે, તજે સકળ સંસારજી;
રાજ સાજ સુખ સંપત્તિ, મેલે માલ ભંડારજી... પ્રથમ꠶ ૧
અશન વસન ભૂષણ સજ્યા, એથી ઉતારે મનજી;
અંતર વૈરાગ્ય જેને ઊપજે, તજી ભુવન ઇચ્છે વનજી... પ્રથમ꠶ ૨
સપ્ત ધાતુ સુવર્ણ લગી, વાંચ્છે નહીં તે વાસણજી;
ગામ ભોમ તે ગમે નહિ, ઇચ્છે અરણ્યમાં આસનજી... પ્રથમ꠶ ૩
માત તાત સુત સંબંધી, તજે ભગિની ને ભાઈજી;
નારી ન ગમે દીઠી નયણે, ત્રોડે સહું શું સગાઈજી... પ્રથમ꠶ ૪
એટલાં તજી નર નીસરે, વળતો લીએ વેશજી;
સુખ દુઃખ સહે શરીરને, દેખે દેશ વિદેશજી... પ્રથમ꠶ ૫
પછી થાકી બેસે કોઈ સ્થાનકે, જોઈ સુંદર જાગ્યજી;
નિષ્કુળાનંદ એ નરનો, વળતો ન રહે એ વૈરાગ્યજી... પ્રથમ꠶ ૬
Pratham vairāgya jene pragaṭe
1-481: Sadguru Nishkulanand Swami
Category: Updeshna Pad
Pad - 5
Pratham vairāgya jene pragaṭe, taje sakaḷ sansārjī;
Rāj sāj sukh sampatti, mele māl bhanḍārjī... Pratham° 1
Ashan vasan bhūṣhaṇ sajyā, ethī utāre manjī;
Antar vairāgya jene ūpaje, tajī bhuvan ichchhe vanjī... Pratham° 2
Sapta dhātu suvarṇa lagī, vānchchhe nahī te vāsaṇjī;
Gām bhom te game nahi, ichchhe araṇyamā āsanjī... Pratham° 3
Māt tāt sut sambandhī, taje bhaginī ne bhāījī;
Nārī na game dīṭhī nayaṇe, troḍe sahu shu sagāījī... Pratham° 4
Eṭlā tajī nar nīsare, vaḷato līe veshajī;
Sukh dukh sahe sharīrne, dekhe desh videshjī... Pratham° 5
Pachhī thākī bese koī sthānake, joī sundar jāgyajī;
Niṣhkuḷānand e narno, vaḷato na rahe e vairāgyajī... Pratham° 6