કીર્તન મુક્તાવલી

વૈરાગ્યને રે વિઘન ઘણાં

૧-૪૮૨: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ઉપદેશનાં પદો

પદ - ૬

વૈરાગ્યને રે વિઘન ઘણાં, તાકી રહ્યાં તૈયારજી;

માન મોટાઈ ઇચ્છે મારવા, છોડવા ધન-નારજી... વૈરાગ્ય꠶ ૧

ઉપરના રે અભાવથી, ટકે નહિ કદી ટેકજી;

પાંચ વૈરી પ્રંચડ છે, અધિક એકથી એકજી... વૈરાગ્ય꠶ ૨

ખાતાં પીતાં સૂતાં જાગતાં, વસવું વેરીને વાસજી;

જોતાં સુણતાં બોલતાં, તેનો કરવો તપાસજી... વૈરાગ્ય꠶ ૩

તપાસ્યા વિના જે ત્યાગિયું, હોડે કરી હૈયા જોરજી;

તે કોઈ દા’ડે કચવાઈને,†† કાંઈ ભાગશે ભૂરજી... વૈરાગ્ય꠶ ૪

અંતર ઊંડા અભાવથી, કરીએ તન મન ત્યાગજી;

પછી ભરીએ પગલાં, તો ન વણસે વૈરાગજી... વૈરાગ્ય꠶ ૫

સાચે કારજ સરવે સરે, કાચે રાચે નહિ રામજી;

નિષ્કુળાનંદ કહે ન કીજીએ, વણસમજે એ કામજી... વૈરાગ્ય꠶ ૬

ઢોળવા

હોરે

††કોચવાઈને

Vairāgyane re vighan ghaṇā

1-482: Sadguru Nishkulanand Swami

Category: Updeshna Pad

Pad - 6

Vairāgyane re vighan ghaṇā, tākī rahyā taiyārjī;

 Mān moṭāī ichchhe mārvā, chhoḍavā dhan-nārjī... Vairāgya° 1

Uparnā re abhāvthī, ṭake nahi kadī ṭekjī;

 Pānch vairī pranchaḍ chhe, adhik ekthī ekjī... Vairāgya° 2

Khātā pītā sūtā jāgatā, vasavu verīne vāsjī;

 Jotā suṇatā bolatā, teno karavo tapāsjī... Vairāgya° 3

Tapāsyā vinā je tyāgiyu, hoḍe karī haiyā jorjī;

 Te koī dā’ḍe kachavāīne,†† kāī bhāgashe bhūrjī... Vairāgya° 4

Antar ūnḍā abhāvthī, karīe tan man tyāgjī;

 Pachhī bharīe pagalā, to na vaṇase vairāgjī... Vairāgya° 5

Sāche kāraj sarave sare, kāche rāche nahi Rāmjī;

 Niṣhkuḷānand kahe na kījīe, vaṇsamaje e kāmjī... Vairāgya° 6

ḍhoḷavā

hore

††kochavāīne

loading