કીર્તન મુક્તાવલી
વૈરાગ્ય વીતે રે વાણી વદે
૧-૪૮૩: સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી
Category: ઉપદેશનાં પદો
પદ - ૭
વૈરાગ્ય વીતે રે વાણી વદે, લોકો સમજે નહિ લેશજી;
મોટા સંતની સેવા ક્યાં મળે, એમ આપે ઉપદેશજી... વૈરાગ્ય꠶ ૧
તન ધન વસન વડે, સેવા સાધુની કીજેજી;
વિધવિધના વ્યંજન શું, રૂડી રસોઈયું દીજેજી... વૈરાગ્ય꠶ ૨
આગે સાધુને અર્પિયાં, સુત વિત્ત ઘર ને બારજી;
એવા ભક્ત લખાણા ભક્ત માળમાં, દેખ્યા† દલના ઉદારજી... વૈરાગ્ય꠶ ૩
આજ સાધુને આપતાં, કાં રે મુંઝાય મનજી;
સુત કલત્રને કારણે, ધ્રોડી ખરચો છો ધનજી... વૈરાગ્ય꠶ ૪
અમે રે ત્યાગી સરવે ત્યાગિયું, ત્યાગ્યાં રાજ ને પાટજી;
તમારા કલ્યાણને કારણે, સંત બતાવે વાટજી... વૈરાગ્ય꠶ ૫
એ વણસ્યા વૈરાગની વાતડી, સુણો સૌ નરનારજી;
નિષ્કુળાનંદ એ નરનું, કેમ પડશે પારજી... વૈરાગ્ય꠶ ૬
†પેખો
Vairāgya vīte re vāṇī vade
1-483: Sadguru Nishkulanand Swami
Category: Updeshna Pad
Pad - 7
Vairāgya vīte re vāṇī vade, loko samje nahi leshjī;
Moṭā santnī sevā kyā maḷe, em āpe upadeshjī... Vairāgya° 1
Tan dhan vasan vaḍe, sevā sādhunī kījejī;
Vidh-vidhanā vyanjan shu, rūḍī rasoīyu dījejī... Vairāgya° 2
Āge sādhune arpiyā, sut vitta ghar ne bārjī;
Evā bhakta lakhāṇā bhakta māḷmā, dekhyā† dalnā udārjī... Vairāgya° 3
Āj sādhune āpatā, kā re munzāya manjī;
Sut kalatrane kāraṇe, dhroḍī kharacho chho dhanjī... Vairāgya° 4
Ame re tyāgī sarave tyāgiyu, tyāgyā rāj ne pāṭajī;
Tamārā kalyāṇne kāraṇe, sant batāve vāṭjī... Vairāgya° 5
E vaṇasyā vairāganī vātaḍī, suṇo sau nar-nārjī;
Niṣhkuḷānand e narnu, kem paḍashe pārjī... Vairāgya° 6
†pekho