કીર્તન મુક્તાવલી
જેનું રે મન વન વાંછતું
૧-૪૮૪: સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી
Category: ઉપદેશનાં પદો
પદ - ૮
જેનું રે મન વન વાંછતું, અતિ રે’તા ઉદાસજી;
તે તાક્યા વસ્તીએ વસવા, બાંધી સૌ સાથે આસજી... જેનું꠶ ૧
જેને રે ગમતા જીરણ કંથા, જેવું તેવું જળ ઠામજી;
તેણે રે રંગ્યાં રૂડાં તુંબડાં, ગમતાં વસ્ત્ર† માંગે ગામોગામજી... જેનું꠶ ૨
રસ રહિત અન્ન ઇચ્છતા, દેવા દેહને દંડજી;
તેને રે જોઈએ તીખાં તમતમાં, ખાવા ખીર ને ખાંડજી... જેનું꠶ ૩
જેને રે જાગ્ય આગ્ય લાગતી, ગમતા નહિ સજ્યા ઘરજી;
તેને રે આસનથી ઊઠાડતાં, જાણે જગાડ્યો‡ મણિધરજી... જેનું꠶ ૪
પોતાનો પરિવાર પરહરી, ચાલ્યો એકીલો આપજી;
તેણે રે કર્યો સ્નેહ શિષ્યશું, લીધો પરનો સંતાપજી... જેનું꠶ ૫
ઓછી સમજણે જે આદરે, કાયો થકો જે કોયજી;
નિષ્કુળાનંદ એ નરનું, અંતે એમ જ હોયજી... જેનું꠶ ૬
†અન્ન
‡જાણ્યું જગવ્યો
Jenu re man van vānchhatu
1-484: Sadguru Nishkulanand Swami
Category: Updeshna Pad
Pad - 8
Jenu re man van vānchhatu, ati re’tā udāsjī;
Te tākyā vastīe vasavā, bāndhī sau sāthe āsjī... Jenu° 1
Jene re gamtā jīraṇ kanthā, jevu tevu jaḷ ṭhāmjī;
Teṇe re rangyā rūḍā tumbaḍā, gamatā vastra† mānge gāmogāmjī... Jenu° 2
Ras rahit anna ichchhatā, devā dehane danḍjī;
Tene re joīe tīkhā tam-tamā, khāvā khīr ne khānḍjī... Jenu° 3
Jene re jāgya āgya lāgatī, gamatā nahi sajyā gharjī;
Tene re āsanthī ūṭhāḍatā, jāṇe jagāḍyo‡ maṇidharjī... Jenu° 4
Potāno parivār parharī, chālyo ekīlo āpjī;
Teṇe re karyo sneh shiṣhyashu, līdho parno santāpjī... Jenu° 5
Ochhī samajaṇe je ādare, kāyo thako je koyjī;
Niṣhkuḷānand e narnu, ante em j hoyjī... Jenu° 6
†anna
‡jāṇyu jagavyo