કીર્તન મુક્તાવલી
અમે રે જડભરત જોગિયા
૧-૪૮૫: સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી
Category: ઉપદેશનાં પદો
પદ - ૯
અમે રે જડભરત જોગિયા, ઇચ્છું† નહિ વૈભોગજી;
જગત પદારથ જીવને, રુચે નહીં જેમ રોગજી... અમે꠶ ૧
જૂનાં પાનાં પટ પે’રશું, નહીં ઇચ્છું નવીનજી;
શીત ઉષ્ણ શિર સહીશું, રાખી કંથા કોપીનજી... અમે꠶ ૨
ખટરસ ખાવા નહિ ખોળીએ, જમશું જે મળશે અન્નજી;
નિર્માને દન નિર્ગમશું, રે’શું મને મગનજી... અમે꠶ ૩
પ્રીત સહુશું પરહરી, કરશું કૃષ્ણ ભજનજી;
મોર્યે અમારા મતમાં, મૃગે કર્યું’તું વિઘનજી... અમે꠶ ૪
હર્ષ શોક હાણ વૃદ્ધિને, સહેશું સુખ દુઃખ તનજી;
નિષ્કુળાનંદ કહે નહીં દઈએ, નિજ કુળને લાંછનજી... અમે꠶ ૫
†વાંછું
Ame re Jaḍbharat jogiyā
1-485: Sadguru Nishkulanand Swami
Category: Updeshna Pad
Pad - 9
Ame re Jaḍbharat jogiyā, ichchhu† nahi vaibhogajī;
Jagat padārath jīvane, ruche nahī jem rogjī... Ame° 1
Jūnā pānā paṭ pe’rashu, nahī ichchhu navīnjī;
Shīt uṣhṇa shir sahīshu, rākhī kanthā kopīnjī... Ame° 2
Khaṭras khāvā nahi khoḷīe, jamshu je maḷashe annajī;
Nirmāne dan nirgam, re’shu mane maganjī... Ame° 3
Prīt sahushu paraharī, karashu Kṛuṣhṇa bhajanjī;
Morye amārā matmā, mṛuge karyu’tu vighanjī... Ame° 4
Harṣh shok hāṇ vṛuddhine, saheshu sukh dukh tanjī;
Niṣhkuḷānand kahe nahī daīe, nij kuḷne lānchhanjī... Ame° 5
†vānchhu