કીર્તન મુક્તાવલી

ઋષભકુંવરની રીતને સુણો સંત સુજાણજી

૧-૪૮૬: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ઉપદેશનાં પદો

પદ - ૧૦

ઋષભકુંવરની રીતને, સુણો સંત સુજાણજી;

સમર્થ ભરત નામે કરી, પરઠ્યો ખંડ પ્રમાણજી... ઋષભ꠶ ૧

રાજ તજી તપ આદર્યું, તજી સહુશું સનેહજી;

દયામાંહી દુઃખ ઉપન્યું, થયો મૃગીશું નેહજી... ઋષભ꠶ ૨

તેણે કરી તન ધારિયું, રહ્યું જ્ઞાન અભંગજી;

અંગીરા કુળમાં અવતર્યા, રહ્યા સહુશું અસંગજી... ઋષભ꠶ ૩

માબાપ મેલી મરી ગયા, રહ્યાં ભાઈ ને ભોજાઈજી;

જડ જાણીને જેવું તેવું, અન્ન આપે તે ખાયજી... ઋષભ꠶ ૪

પાવા સારુ ખેતર મોકલ્યા, ચોર લઈ ગયા ત્યાંયજી;

દેતાં બલિદાન દેવીને, કરી કાળીએ સા’યજી... ઋષભ꠶ ૫

ત્યાંથી જડભરત જોડિયા, રાયે લઈ શીબિકાયજી;

નિષ્કુળાનંદ કે’ એ નૃપને, કહ્યો સુખનો ઉપાયજી... ઋષભ꠶ ૬

ઉપન્યા

Ṛuṣhabhkuvarnī rītne suṇo sant sujāṇjī

1-486: Sadguru Nishkulanand Swami

Category: Updeshna Pad

Pad - 10

Ṛuṣhabhkuvarnī rītne, suṇo sant sujāṇjī;

 Samarth Bharat nāme karī, paraṭhyo khanḍa pramāṇjī... Ṛuṣhabh° 1

Rāj tajī tap ādaryu, tajī sahushu sanehjī;

 Dayāmāhī dukh upanyu, thayo mṛugīshu nehjī... Ṛruṣhabh° 2

Teṇe karī tan dhāriyu, rahyu gnān abhangjī;

 Angīrā kuḷmā avataryā, rahyā sahushu asangjī... Ṛuṣhabh° 3

Mābāp melī marī gayā, rahyā bhāī ne bhojāījī;

 Jaḍ jāṇīne jevu tevu, anna āpe te khāyjī... Ṛuṣhabh° 4

Pāvā sāru khetar mokalyā, chor laī gayā tyāyjī;

 Detā balidān Devīne, karī Kāḷīe sā’yjī... Ṛuṣhabh° 5

Tyāthī Jaḍbharat joḍiyā, rāye laī shībikāyjī;

 Niṣhkuḷānand ke’ e nṛupne, kahyo sukhno upāyjī... Ṛuṣhabh° 6

upanyā

loading