કીર્તન મુક્તાવલી
જડભરતની જાતના જોગી જે જગમાંયજી
૧-૪૮૭: સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી
Category: ઉપદેશનાં પદો
પદ - ૧૧
જડભરતની જાતના, જોગી જે જગમાંયજી;
ઇન્દ્રી મનને ઉપરે, જાગી રહે શત્રુ સદાયજી... જડ꠶ ૧
વિ’વળ† ન થાય વિષય સુખમાં, રહે પરવત પ્રાયજી;
ધર્મ ધીરજ મૂકે નહીં, મર મસ્તક જાયજી... જડ꠶ ૨
આઠે પો’રમાં એક ઘડી, ન માને નિજ દેહજી;
તેના સુખ સારુ શું કરે, ઉપાય નર એહજી... જડ꠶ ૩
હરિ ઇચ્છાએ હરે ફરે, કરે જીવનો ઉદ્ધારજી;
જેને મળે એવા જોગિયા, પામે તે ભવપારજી... જડ꠶ ૪
એવા જોગીને આવી મળે, જાણે અજાણે જે જનજી;
નિષ્કુળાનંદ એ નરને, કરે પળમાં પાવનજી... જડ꠶ ૫
†વિકળ
Jaḍbharatnī jātnā jogī je jagmāyjī
1-487: Sadguru Nishkulanand Swami
Category: Updeshna Pad
Pad - 11
Jaḍbharatnī jātnā, jogī je jagmāyjī;
Indrī manne upare, jāgī rahe shatru sadāyjī... Jaḍ° 1
Vi’vaḷ† na thāy viṣhay sukhmā, rahe paravat prāyjī;
Dharma dhīraj mūke nahī, mar mastak jāyjī... Jaḍ° 2
Āṭhe po’rmā ek ghaḍī, na māne nij dehjī;
Tenā sukh sāru shu kare, upāy nar ehajī... Jaḍ° 3
Hari ichchhāe hare fare, kare jīvno uddhārjī;
Jene maḷe evā Jogiyā, pāme te bhavpārjī... Jaḍ° 4
Evā Jogīne āvī maḷe, jāṇe ajāṇe je janjī;
Niṣhkuḷānand e narne, kare paḷmā pāvanjī... Jaḍ° 5
†vikaḷ