કીર્તન મુક્તાવલી
જોગી જીવો રે એવા જગતમાં
૧-૪૮૮: સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી
Category: ઉપદેશનાં પદો
પદ - ૧૨
જોગી જીવો રે એવા જગતમાં, સગાં સહુના સોયજી;
શત્રુ શોધતાં સંસારમાં, જેને ન જડે કોયજી... જોગી꠶ ૧
સ્થાવર જંગમ સ્થૂળ સૂક્ષ્મ, ચરાચર જે જંતજી;
મન કર્મ વચને દૂવે નહીં, દલે દયા અત્યંતજી... જોગી꠶ ૨
નિર્વેર એવાને નીરખી, દયા દુષ્ટને નો’યજી;
દૂજા તો સર્વે દયા કરે, જ્યારે એવાને જોયજી... જોગી꠶ ૩
દેહદર્શી દુઃખ ભોગવે, ન કરે સુખનો ઉપાયજી;
આત્મદર્શી આનંદમાં, રહે સુખમાં સદાયજી... જોગી꠶ ૪
ભૂલે પોતાનું ભાસે નહીં, ત્રણે કાળમાં તનજી;
નિષ્કુળાનંદ એમ સમજીને, જોગી ન કરે જતનજી... જોગી꠶ ૫
Jogī jīvo re evā jagatmā
1-488: Sadguru Nishkulanand Swami
Category: Updeshna Pad
Pad - 12
Jogī jīvo re evā jagatmā, sagā sahunā soyjī;
Shatru shodhatā sansārmā, jene na jaḍe koyjī... Jogī° 1
Sthāvar jangam sthūḷ sūkṣhma, charāchar je jantjī;
Man karma vachane dūve nahī, dale dayā atyantjī... Jogī° 2
Nirver evāne nīrakhī, dayā duṣhṭane no’yjī;
Dūjā to sarve dayā kare, jyāre evāne joyjī... Jogī° 3
Dehadarshī dukh bhogave, na kare sukhno upāyjī;
Ātmadarshī ānandmā, rahe sukhmā sadāyjī... Jogī° 4
Bhūle potānu bhāse nahī, traṇe kāḷmā tanjī;
Niṣhkuḷānand em samajīne, jogī na kare jatanjī... Jogī° 5