કીર્તન મુક્તાવલી

મારા હરજી શું હેત ન દીસે રે

૧-૪૮૯: નરસિંહ મહેતા

Category: ઉપદેશનાં પદો

પદ - ૧

મારા હરજી શું હેત ન દીસે રે તેને ઘેર શીદ જઈએ,

 તેને સંગે શીદ રહીએ રે... ꠶ટેક

હેત વિના હુંકારો ન દેવો, જેનું હરખેશું હૈડું ન હીસે રે;

આગળ જઈને વાત વિસ્તારે, જેની આંખ્યુમાં પ્રેમ ન દીસે રે... તેને꠶ ૧

ભક્તિભાવનો ભેદ ન જાણે ને, ભુરાયો થઈને ભાળે રે;

લલિત લીલાને રંગે ન રાચે, પછી ઉલેચી અંધારું ટાળે રે... તેને꠶ ૨

નામ તણો વિશ્વાસ ન આવે, ને ઊંડુ તે ઊંડુ શોધે રે;

જાહ્‌નવી તીરે તરંગ તજીને, પછી તટમાં જઈને કૂપ ખોદે રે... તેને꠶ ૩

પોતાના સરખી કરીને જાણે, પુરુષોત્તમની કાયા રે;

નરસૈયાના સ્વામીની લીલા, ઓલ્યા મતિયા કહે છે માયા રે... તેને꠶ ૪

કેરા

Mārā harjī shu het na dīse re

1-489: Narsinha Mehta

Category: Updeshna Pad

Pad - 1

Mārā harjī shu het na dīse re,

tene gher shīd jaīe,

 Tene sange shīd rahīe re...

Het vinā hukāro na devo,

 jenu harakheshu haiḍu na hīse re;

Āgaḷ jaīne vāt vistāre,

 jenī ānkhyumā prem na dīse re... tene 1

Bhaktibhāvno bhed na jāṇe ne,

 bhurāyo thaīne bhāḷe re;

Lalīt līlāne range na rāche,

 pachhī ulechī andhāru ṭāḷe re... tene 2

Nām taṇo vishvās na āve,

 ne ūnḍu te ūnḍu shodhe re;

Jāhnvī tīre tarang tajīne,

 pachhī taṭmā jaīne kūp khode re... tene 3

Potānā sarkhī karīne jāṇe,

 Purushottamnī kāyā re;

Narsaiyānā Swāmīnī līlā,

 olyā matīyā kahe chhe māyā re... tene 4

loading