કીર્તન મુક્તાવલી
મુને સ્વપને ન ગમે રે સંસાર
૧-૪૯૩: સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી
Category: ઉપદેશનાં પદો
પદ - ૧
મુને સ્વપને† ન ગમે રે સંસાર, કહોને કેમ કીજિયે;
વમન થયું મન ઊતર્યું, એવો જાણ્યો રે સંસાર... કહોને꠶ ૧
સેજ પલંગ ને પોઢણાં, કોઈ તળાંસે પાવ,
પતંગ પડ્યો તે ઉપરે, માથે જમ‡ કેરો દાવ... કહોને꠶ ૨
મૃગરાજના મુખમાં, જે કોઈ આવે જરૂર,
ખાનપાનને વિસરે, મરવું દેખે (તે) હજૂર... કહોને꠶ ૩
સ્વારથે સહુ કોઈ મળી, વિધ વિધ કરે વાત,
અંતરમાં કેમ ઊતરે, નજરે દીઠેલ ઘાત... કહોને꠶ ૪
સમજી વિચારી જે કરો, તજો ખલકની આસ,
નિષ્કુળાનંદ નિશ્ચે કર્યું, સુખ તો સદ્ગુરુ પાસ... કહોને꠶ ૫
†સુપને; ‡જમડાં
Mune swapne na game re sansār
1-493: Sadguru Nishkulanand Swami
Category: Updeshna Pad
Pad - 1
Mune swapne na game re sansār, kahone kem kījiye;
Vaman thayu man ūtaryu, evo jāṇyo re sansār... kahone 1
Sej palang ne poḍhṇā, koī taḷāse pāv,
Patang paḍyo te upare, māthe jam kero dāv... kahone 2
Mrugrājnā mukhmā, je koī āve jarūr,
Khānpānne visare, marvu dekhe hajūr... kahone 3
Svārthe sahu koī maḷī, vidh vidh kare vāt,
Antarmā kem ūtare, najare dīṭhel ghāt... kahone 4
Samjī vichārī je karo, tajo khalaknī ās,
Nishkuḷānand nische karyu, sukh to sadguru pās... kahone 5
Listen to ‘મુને સ્વપને ન ગમે રે સંસાર’
Sadhu Gurukirtandas