કીર્તન મુક્તાવલી
મન માન્ય કહ્યું તું મારું તે કામ બગાડ્યું તારું
૧-૫૦૩: શ્રી જગદીશ
Category: ઉપદેશનાં પદો
મન માન્ય કહ્યું તું મારું, તેં કામ બગાડ્યું તારું... ꠶ટેક
તું મારગ મૂકી ચાલ્યો, મહાફોગટ ફૂલ્યો ફાલ્યો,
બહુ વિષય વ્યાલ તેં ઝાલ્યો, કર્યું અઘટિત,
ત્યજી શુભ રીત, વિચારી ચિત્ત, સૂઝે તો સારું... મન માન્ય꠶ ૧
સત્ય વચનો લાગે કડવાં, અવળે રસ્તે આથડવા,
ભવસાગરમાં ફરી પડવા, ઉપાય અપાર,
કરે નિરધાર, થઈને ત્યાર, ન લેશ વિચાર્યું... મન માન્ય꠶ ૨
તું આવ્યો તો શા માટે, તેનો ન મળે ઉચાટે,
લઈ જાશે વસમી વાટે, હવે ક્યાં જઈશ,
ફજેત જ થઈશ, વિચારી રહીશ, નથી મટનારું... મન માન્ય꠶ ૩
કદી સત્પુરુષોની સેવા, તેં ના કરી મહાસુખ લેવા,
બહુ ખાધા મીઠા મેવા, ધરી અભિમાન,
સુણ્યું નહીં જ્ઞાન, કદી પણ કાન, ગણીને પ્યારું... મન માન્ય꠶ ૪
સત્સંગ ન સુખપદ જાણ્યો, મનગમતી મોજું માણ્યો,
વંઠેલે ખૂબ વખાણ્યો, કહે જગદીશ,
હું સત્ય કહીશ, તેં તો અહોનિશ, કર્યું મનધાર્યું... મન માન્ય꠶ ૫
Man mānya kahyu tu māru te kām bagāḍyu tāru
1-503: Shri Jagdish
Category: Updeshna Pad
Man mānya kahyu tu māru, te kām bagāḍyu tāru... °ṭek
Tu mārag mūkī chālyo, mahāfogaṭ fūlyo fālyo,
Bahu viṣhay vyāl te zālyo, karyu aghaṭit,
Tyajī shubh rīt, vichārī chitta, sūze to sāru... Man mānya° 1
Satya vachano lāge kaḍavā, avaḷe raste āthaḍavā,
Bhavsāgarmā farī paḍavā, upāy apār,
Kare nirdhār, thaīne tyār, na lesh vichāryu... Man mānya° 2
Tu āvyo to shā māṭe, teno na maḷe uchāṭe,
Laī jāshe vasamī vāṭe, have kyā jaīsh,
Fajet ja thaīsh, vichārī rahīsh, nathī maṭnāru... Man mānya° 3
Kadī Satpuruṣhonī sevā, te nā karī mahāsukh levā,
Bahu khādhā mīṭhā mevā, dharī abhimān,
Suṇyu nahī gnān, kadī paṇ kān, gaṇīne pyāru... Man mānya° 4
Satsang na sukhpad jāṇyo, mangamtī moju māṇyo,
Vanṭhele khūb vakhāṇyo, kahe Jagdīsh,
Hu satya kahīsh, te to ahonish, karyu mandhāryu... Man mānya° 5