કીર્તન મુક્તાવલી
આજ હરિનું ભજન કરી લો કાલે વખત કેવી
૧-૫૦૪: નારાયણદાસ
Category: ઉપદેશનાં પદો
આજ હરિનું ભજન કરી લો, કાલે વખત કેવી... ꠶ટેક
આવરદા ક્ષણ ક્ષણમાં જાવે, વીતી પળ ફેર ફેર નહિ આવે;
ભાવે હરિભક્તિ કરી લેવી... આજ꠶ ૧
ધ્રુવજીએ ટેક અચળ ધારી, પ્રહ્લાદની ભક્તિ અતિ ભારી;
થયા સુખિયા હરિપદ સેવી... આજ꠶ ૨
પ્રભુ સંગે પ્રીત કરો દા’ડી, ચોરાશીનું ખત નાંખો ફાડી;
સાચી વાત છે સમજ્યા જેવી... આજ꠶ ૩
પ્રગટ પ્રભુને શરણે જાને, નારણદાસ કહે નિર્મળ થાને;
લોકડિયાની લાજ તજી દેવી... આજ꠶ ૪
Āj Harinu bhajan karī lo kāle vakhat kevī
1-504: Narayandas
Category: Updeshna Pad
Āj Harinu bhajan karī lo, kāle vakhat kevī...
Āvardā kshaṇ kshaṇmā jāve,
vītī paḷ fer fer nahi āve;
Bhāve haribhakti karī levī... āj 1
Dhruvjīe ṭek achaḷ dhārī,
Prahlādnī bhakti ati bhārī;
Thayā sukhiyā Haripad sevī... āj 2
Prabhu sange prīt karo dā’ḍī,
chorāshīnu khat nākho fāḍī;
Sāchī vāt chhe samjyā jevī... āj 3
Pragaṭ Prabhune sharaṇe jāne,
Nāraṇdās kahe nīrmaḷ thāne;
Lokaḍiyānī lāj tajī devī... āj 4