કીર્તન મુક્તાવલી
નમન હું કરું ઘનશ્યામને
૧-૫૨: રસિકદાસ
Category: પ્રાર્થના
નમન હું કરું ઘનશ્યામને, કરગરી કહું ગુણતીતને;
પાયે હું પડું યજ્ઞપુરુષને, વિનવું ભાવથી સર્વ સંતને... ૧
અરજ માહરી ઉરમાં ધરો, વિપત સર્વ આ દાસની હરો;
અમારી બુદ્ધિને શુદ્ધ કરજો, હૃદયમાં પ્રભુ ભક્તિ ભરજો... ૨
મુજ અપરાધને ક્ષમા આપજો, અક્ષરપુરુષોત્તમ કૃપા રાખજો;
સારંગપુરના હરિકૃષ્ણજી, ગોંડલ દેરીના ઘનશ્યામજી... ૩
વિપત્તિકાળમાં આપ છો ધણી, દુઃખ કાપજો હે ગુરુ હરિ;
સ્વામી શ્રીજીને હૃદયમાં ધરી, પ્રગટ વિચરો કરુણા કરી... ૪
હે પ્રભુજી એક આશ તાહરી, સ્વામી રાખજો લાજ માહરી;
જગત બાંધવો અંતે છોડશે, વહારે તમ વિના કોણ આવશે?... ૫
અવર આશરો માહરે નથી, અંતર્યામીને શું કહું કથી;
સ્વામી માહરી અરજ સુણજો, રસિકદાસને પાસ રાખજો... ૬
Naman hu karu Ghanshyāmne
1-52: Rasikdas
Category: Prarthana
Naman hu karu Ghanshyāmne,
Kargarī kahu Guṇātītne;
Pāye hu paḍu Yagnapurushne,
Vinavu bhāvthī sarva santne... 1
Araj māharī urmā dharo,
Vipat sarva ā dāsnī haro;
Amārī buddhine shuddh karjo,
Hradaymā Prabhu bhakti bharjo... 2
Muj aprādhne kshamā āpjo,
Akshar Purushottam krupā rākhjo;
Sārangpurnā Harikrishṇajī,
Gonḍal Derīnā Ghanshyāmjī... 3
Vipattikāḷmā āp chho dhaṇī,
Dukh kāpjo he guru Hari;
Swāmī Shrījīne hradaymā dharī,
Pragaṭ vicharo karuṇā karī... 4
He Prabhujī ek āsh tāharī,
Swāmī rākhjo lāj māharī;
Jagat bāndhvo ante chhoḍshe,
Vahāre tam vinā koṇ āvshe?... 5
Avar āshro māhare nathī,
Antaryāmīne shu kahu kathī;
Swāmī māharī araj suṇjo,
Rasikdāsne pās rākhjo... 6