કીર્તન મુક્તાવલી
સાચી પ્રભુ સંગ પ્રીતડી કરો
૧-૫૨૪: સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી
Category: ઉપદેશનાં પદો
સાચી પ્રભુ સંગ પ્રીતડી કરો... ꠶ટેક
શ્રીહરિ ચરણ કમલ સુખદાયક અહોનિશ ઉરમાં ધરો;
ઇન્દ્રજાલ સમ તન ધન જોબન, કૂડામાં શું કૂટી મરો... સાચી꠶ ૧
ચૌદ ભુવન લગી કાળ ન છોડે, તેથી હવે તમે નહિ ડરો;
મુક્તાનંદના સ્વામીને સેવો, ફેરા નહિ ભવમાં ફરો... સાચી꠶ ૨
Sāchī prabhu sanga prītaḍī karo
1-524: Sadguru Muktanand Swami
Category: Updeshna Pad
Sāchī Prabhu sang prītdī karo...
Shrī Hari charaṇ kamal sukhdāyak,
ahonish urmā dharo;
Īndrajāl sam tan dhan joban,
kūḍāmā shu kūṭī maro... sāchī 1
Chaud bhuvan lagī kāḷ na chhoḍe,
tethī have tame nahi ḍaro;
Muktānandnā Swāmīne sevo,
ferā nahi bhavmā faro... sāchī 2